બંધ થવા જઈ રહી છે આધાર એપ

યુઆઈડીએઆઈ હવે જૂની આધાર એપને નવા પ્લેટફોર્મથી રિપ્લેસ કરી રહ્યું છે. જેમાં નવી આધાર એપ યુઝર્સ માટે વધુ સુરક્ષિત અને અનુકૂળ અનુભવ આપશે. નવી એપ ક્યુઆર કોડ અને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઓળખ શેર કરવાનો ઓપ્શન પણ આપશે.

UIDAI Is Shutting Down mAadhaar Switch to the New Aadhaar App Before It  Stops Working

લાખો લોકો એમઆધાર એપનો ઉપયોગ કરી રહ્યા છે. આ એપ દ્વારા લોકો તેમના ફોનમાં આધાર કાર્ડ સ્ટોર કરી શકતા હતા, ક્યુઆર કોડ બતાવી શકતા હતા, ઇકેવાયસી કરી શકતા હતા અને વિવિધ બીજી સર્વિસનો ઉપયોગ કરી શકતા હતા. જોકે યુઆઈડીએઆઈ હવે જૂની સિસ્ટમને નવા પ્લેટફોર્મથી બદલી રહ્યું છે. વિવિધ આધાર એપમાં સતત ફેરફાર કરવાથી યુઝર્સમાં મૂંઝવણ ઊભી થાય છે અને સાયબર ફ્રોડ કરનારાઓને પણ ફાયદો થાય છે. જેમાં સ્કેમર્સ, વિવિધ એપના નામનો ઉપયોગ કરીને,થર્ડ પાર્ટી એપની લિંક્સ મોકલીને લોકોને ફિશિંગ કરી રહ્યા છે.

New Aadhaar App: No Need For Physical Card, Unlock With Face ID, QR Code;  Step By Step Guide To Use - Goodreturns

  • નવી આધાર એપની વિશેષતાઓ શું?

નવી આધાર એપ અંગે યુઆઈડીએઆઈ જણાવે છે કે, યુઝર્સ માટે વધુ સુરક્ષિત અને અનુકૂળ અનુભવ આપશે. સૌથી મોટો ફેરફાર એ છે કે લોકોને હવે દરેક જગ્યાએ તેમના આધાર કાર્ડની ફોટોકોપી આપવાની જરૂર રહેશે નહીં. આ એપ ઇકેવાયસી માટે પણ પરવાનગી આપે છે. નવી એપ ક્યુઆર કોડ અને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઓળખ શેર કરવાનો ઓપ્શન પણ આપે છે. મતલબ કે તમે માત્ર જરૂરી માહિતી જ બીજા પક્ષ સાથે શેર કરી શકો છો.

mAadhaar App Shutdown Update: UIDAI Launches Smarter New Aadhaar App for  Users

અત્યારે આધાર સંબંધિત ફ્રોડ અને ડેટા લીકના અહેવાલો વધી રહ્યા છે. આથી યુઆઈડીએઆઈ પ્રાઈવેસી પર વધુ ફોકસ કરી રહ્યું છે. નવી એપમાં બાયોમેટ્રિક લોક, ફેસ વેરિફિકેશન અને ઓફલાઇન ઓળખ વેરિફિકેશન જેવી સુવિધાઓ સામેલ હોઈ શકે છે, જે યુઝર્સને તેમના આધાર ડેટા પર વધુ કંટ્રોલ આપશે. અહેવાલો અનુસાર, યુઆઈડીએઆઈ એ યુઝર્સને ધીમે ધીમે નવી આધાર એપ પર જવાની સલાહ આપી છે. આ એપ એન્ડ્રોઇડ અને આઇફોન બંને ડિવાઈઝ પર ઉપલબ્ધ છે. જેમાં યુઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે.

Verification by face, fraud will be prevented; will photocopy and card be  eliminated?

નવી એપમાં લોગ ઇન કરવા માટે તમારે ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર પડી શકે છે. જૂની એપમાંથી કોઈ ડેટા ટ્રાન્સફર થતો નથી. તમારે તમારો ફોન નંબર અને જો જરૂરી હોય તો, તમારો આધાર નંબર દાખલ કરીને ઓથેન્ટીકેટ કરવાની જરૂર પડી શકે છે. યુઆઈડીએઆઈ એ હજુ સુધી એમઆધાર એપ બંધ કરવાની લાસ્ટ ડેટ જાહેર કરી નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે ભવિષ્યમાં જૂની એપ સંપૂર્ણ રીતે દૂર થઈ શકે છે. આથી જો તમે હજુ પણ એમઆધાર નો ઉપયોગ કરી રહ્યા હોવ તો નવી આધાર એપ વિશે જાણવું જરૂરી છે. 

Maadhaar App Shut Down Uidai Announcement New Aadhaar App - mAadhaar App  होने वाला है बंद, UIDAI का बड़ा ऐलान, तुरंत डाउनलोड करें नया Aadhaar App|  Navbharat Live

નવી આધાર એપ માત્ર એક અપડેટ નથી, પરંતુ ભારતની ડિજિટલ ઓળખ પ્રણાલીમાં આગળનું મોટું પગલું છે. ભવિષ્યમાં હોટલ ચેક-ઇન, એરપોર્ટ એન્ટ્રી, સિમ વેરિફિકેશન અને બીજા હેતુઓ માટે ક્યુઆર અને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા આધારનો ઉપયોગ સરળ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *