રાહુલ ગાંધી: ‘માનસિક સંતુલન ગુમાવ્યું’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ‘ગદ્દાર’ કહેતા રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. આ નિવેદન સામે ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રાહુલ ગાંધી માનસિક સંતુલન ગુમાવી બેઠા છે અને તેમણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Dr. Anil Patel (@DrAniLKPatelBJP) / Posts / X

દેશના રાજકારણમાં નિવેદનબાજી અને આરોપ-પ્રત્યારોપનો દોર ક્યારેય અટકતો નથી, પરંતુ જ્યારે શબ્દોની મર્યાદા ઓળંગાય છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી જાય છે. તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરવામાં આવેલી એક ટિપ્પણીને પગલે ગુજરાતનું રાજકારણ ભારે ગરમાયું છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ‘ગદ્દાર’ કહીને સંબોધતા ભાજપ છાવણીમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

રાહુલ ગાંધીએ મોદી-મેલોની ના 'મેલોડી' વીડિયો પર કહ્યું - પ્રધાનમંત્રી ઇટાલીમાં ટોફી વહેંચી રહ્યા છે, આ નૌટંકી છે | Modi Melody reel with Meloni Rahul Gandhi says ...

રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદન સામે પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે મોરચો સંભાળ્યો છે અને કોંગ્રેસ નેતા પર આકરા પ્રહારો કર્યા છે. ડૉ. પટેલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, રાહુલ ગાંધીએ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. તેઓ સતત દેશના સર્વોચ્ચ નેતાઓ વિરુદ્ધ મર્યાદાહીન ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે. વધુમાં કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, “રાહુલ ગાંધી જે રીતે વારંવાર આવા વાંધાજનક નિવેદનો કરે છે, તે જોતા લાગે છે કે તેમણે હવે કોઈ સારા ડૉક્ટરને બતાવવાની જરૂર છે.”

Rahul Gandhi slams PM Modi over 'Melodi' toffees with Italian PM Meloni,  says "they are acting as if it's all a joke" amid economic crisis

ભાજપના મુખ્ય પ્રવક્તાએ ભૂતકાળના સંદર્ભો ટાંકીને રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. તેમણે યાદ અપાવ્યું કે ખુદ દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે પણ અગાઉ રાહુલ ગાંધીને પોતાની વાણી પર સંયમ રાખવા માટે કડક ટકોર કરી ચૂકી છે. આમ છતાં તેમના વલણમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી.

Rahul Gandhi Calls Modi, Shah Traitors | BJP Slams Anarchic Mindset

ડૉ. અનિલ પટેલે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ માત્ર ભાજપના નેતા નથી, પરંતુ દેશની ૧૪૦ કરોડ જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. રાહુલ ગાંધી જ્યારે પીએમ મોદીનું અપમાન કરે છે, ત્યારે તેઓ વાસ્તવમાં દેશના ૧૪૦ કરોડ દેશવાસીઓનું અપમાન કરે છે. દેશની જનતા પોતાના લોકપ્રિય વડાપ્રધાનનું આવું અપમાન ક્યારેય સહન નહીં કરે.

Rahul Gandhi equates Mamata with Modi on corruption plank - The Statesman

વાત અહીં જ ન અટકતા, ડૉ. પટેલે રાહુલ ગાંધીના પરિવારિક સંદર્ભને વણી લેતા કહ્યું કે, રાહુલ ગાંધી જે પ્રકારની રાજકીય ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે અને જે સ્તરે જઈને નિવેદનબાજી કરે છે, તેનાથી તેમના માતા અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પણ ચોક્કસપણે ચિંતિત હશે. હાલમાં આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વણસે તેવા પૂરેપૂરા સંકેતો દેખાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *