કર્ણાટકના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ખેંચતાણનો આખરે અંત

દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે થયેલી મેરાથોન બેઠકો બાદ એવી પ્રબળ ચર્ચા છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આગામી ૨૮ મે એટલે કે ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.

NETA NATTER | THE NAIDUS-CHAMPS AT TUG OF WAR

દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય કર્ણાટકમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય વર્તુળોમાંથી મળી રહેલા અહેવાલો અનુસાર, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આગામી ૨૮ મે એટલે કે ગુરુવારે પોતાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે. આ મોટા નિર્ણય પહેલા તેઓ બુધવારે બેંગલુરુમાં એક હાઈ-પ્રોફાઈલ પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરવાના છે, જેમાં તેઓ પોતાની આગામી રણનીતિ સ્પષ્ટ કરશે.

DKS vs Sidda: Karnataka Congress Rift Widens As MLAs Head To Delhi

આ અગાઉ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂરી થયા બાદ જ કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળોએ જોર પકડ્યું છે.

Karnataka: Siddaramaiah vs Shivakumar chief minister drama - India Today

દિલ્હીની બેઠકમાં શું થઈ સત્તાવાર ચર્ચા?

આ મહત્વપૂર્ણ બેઠક બાદ કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે સત્તાવાર નિવેદન આપતા સત્તા પરિવર્તનની વાતોને નકારી કાઢી હતી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, આજની વિસ્તૃત બેઠકમાં માત્ર આગામી રાજ્યસભા ચૂંટણી અને એમએલસી (MLC) ચૂંટણીની વ્યુહરચના અંગે જ ચર્ચા થઈ છે. મીડિયામાં મુખ્યમંત્રી બદલવાને લઈને જે પણ અટકળો ચાલી રહી છે, તેમાં કોઈ સચ્ચાઈ કે દમ નથી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને કર્ણાટકના પાર્ટી પ્રભારી રણદીપ સુરજેવાલા સામેલ હતા. જો કે, કેસી વેણુગોપાલના આ સત્તાવાર ઈનકાર છતાં, અંદરના સૂત્રોનું કહેવું કંઈક જુદું જ છે.

Karnataka - Latest news, Live Updates, Politics, Events - The Hindu

હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને દિલ્હી બોલાવ્યા

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પદ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપવા માટે કહી દીધું છે. કોંગ્રેસ નેતૃત્વ ઈચ્છે છે કે સિદ્ધારમૈયાને રાજ્યસભામાં મોકલવામાં આવે અને દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તરે મોટી સંગઠનાત્મક જવાબદારી સોંપવામાં આવે. વાસ્તવમાં, રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની સામાજિક ન્યાય અને જાતિગત પ્રતિનિધિત્વની રણનીતિને વધુ મજબૂત કરવા માંગે છે.

Siddaramaiah vs Shivakumar in Karnataka: Did Congress high command fail to  act on time, yet again? | India News - The Times of India

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે રાષ્ટ્રીય સ્તરે અન્ય પછાત વર્ગ (OBC) ના મતોને પક્ષ તરફ આકર્ષિત કરવા માટે દિલ્હીમાં સિદ્ધારમૈયા જેવા મોટા ઓબીસી ચહેરાની અત્યંત જરૂર છે. તેમનું રાજકીય કદ કોંગ્રેસની રાષ્ટ્રીય ચૂંટણી વ્યૂહરચનામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે જો સિદ્ધારમૈયા સીએમ પદ છોડીને રાજ્યસભાની ઓફર સ્વીકારી લેશે, તો હાઈકમાન્ડ તેમની બાકીની તમામ ચિંતાઓ અને શરતોનું પૂરતું ધ્યાન રાખશે. શરૂઆતમાં સિદ્ધારમૈયા આ માટે તૈયાર નહોતા, પરંતુ મોડી રાત્રે આવેલા અહેવાલો અનુસાર તેઓ ગુરુવારે રાજીનામું આપવા સંમત થયા હોવાના સંકેત છે.

Have come to Channapatna because chair was vacant: Karnataka DCM DK  Shivakumar | Bengaluru

ડીકે શિવકુમાર જૂથ લાંબા સમયથી હતું દાવેદાર

અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં વર્ષ ૨૦૨૩ ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ ત્યારથી જ સત્તાની ભાગીદારીને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ડીકે શિવકુમારના સમર્થકોનો દાવો છે કે ચૂંટણી જીત્યા બાદ હાઈકમાન્ડ દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે અઢી વર્ષ પછી ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જો કે, કોંગ્રેસ નેતૃત્વ દ્વારા હજુ સુધી નેતૃત્વ પરિવર્તન અંગે કોઈ સત્તાવાર અને જાહેર જાહેરાત કરવામાં આવી નથી. હવે જોવાનું એ રહેશે કે ગુરુવારે કર્ણાટકના આ રાજકીય ડ્રામાનો અંત કેવો આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *