અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે રવિવારે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે અને હસ્તાક્ષર થતાંની સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ બધા માટે ખુલ્લું મૂકવામાં આવશે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે રવિવારે ઈરાન સાથે કરાર પર હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. હસ્તાક્ષર કર્યા પછી તરત જ હોર્મુઝ સ્ટ્રેટ દરેક માટે ખુલશે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું હતું કે, “હકીકતમાં, તેઓ હવે પરમાણુ હથિયારો ઇચ્છતા નથી, અને તેમને તે મળશે નહીં, પછી ભલે તે ખરીદીને, બનાવીને, અથવા અન્ય કોઈ રીતે.” આ સોદા પર રવિવારે હસ્તાક્ષર થવાના છે અને તેના પર હસ્તાક્ષર થતાંની સાથે જ હોર્મુઝ જળમાર્ગ દરેક માટે ખુલ્લો મૂકવામાં આવશે. ઇરાન સાથેના અમારા સંબંધો અગાઉની સરકારો કરતા ખૂબ જ અલગ અને વધુ સારા છે. ”
![]()
ટ્રમ્પે અમેરિકાની ભૂતકાળની નીતિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો
ટ્રમ્પે ઇરાન પરની અગાઉની યુએસ નીતિનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તેની સરખામણી નવા અભિગમ સાથે કરી હતી, જેને તેમણે નાણાકીય ચૂકવણીથી વંચિત ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, “ઓબામા દ્વારા ઇરાનને આપેલા કરોડો અબજો ડોલરની ચૂકવણીથી વિપરીત, જેમા ૧.૭ અબજ ડોલરની રોકડ સામેલ હતી, આ વખતે કોઈ નાણાંકીય લેવડદેવડ નહીં થાય.” ”
&imwidth=800&imheight=600&format=webp&quality=medium)
આશા છે કે અમારે છેલ્લા વિકલ્પનો ઉપયોગ કરવાની જરૂર પડશે નહીં : ટ્રમ્પ
તેમણે કહ્યું કે, જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે બધું શાંત થઈ જશે, ત્યારે અમે અમારા શાનદાર બી-2 બોમ્બર્સ અને તેમના શ્રેષ્ઠ પાઇલટ્સની મદદથી અંદર જઈશું અને ગ્રેનાઇટના પર્વતોની નીચે ઊંડે દફનાવવામાં આવેલી ન્યૂક્લિયર ડસ્ટને કાઢીશ અને તેને નબળી પાડીને તેનો નાશ કરીશું, પછી ભલે તે ઇરાનમાં હોય કે યુનાઇટેડ સ્ટેટ્સમાં.” અમે ભવિષ્યમાં ઈરાન અને સમગ્ર મધ્ય પૂર્વ સાથે મળીને કામ કરવા આતુર છીએ. આશા છે કે, આ પ્રક્રિયા ઝડપી, સરળતાથી અને કોઈપણ વિક્ષેપ વિના પૂર્ણ થશે. જો તે ન થાય, તો અમારી પાસે છેલ્લો વિકલ્પ છે. આશા છે કે તેનો ઉપયોગ ક્યારેય નહીં કરવો પડે. તો બીજી બાજુ ઈરાને દાવો કર્યો છે કે રવિવારે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે નહીં.
૨૪ કલાકમાં શાંતિ કરારને અંતિમ સ્વરૂપ અપાશે : શહબાઝ શરીફ
ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના નિવેદન બાદ આવ્યું છે. તેમાં શરીફે કહ્યું હતું કે શાંતિ કરાર પહેલા કરતા વધુ નજીક છે અને આગામી ૨૪ કલાકમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. શરીફે X પર એક પોસ્ટમાં લખ્યું, ‘અમે શાંતિ કરારની પહેલા કરતા વધુ નજીક છીએ. આગામી ૨૪ કલાકમાં આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી સંભાવના છે અને પાકિસ્તાન ટૂંક સમયમાં જ ઇલેક્ટ્રોનિક રીતે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પછી આવતા અઠવાડિયે તકનીકી સ્તરની વાતચીત થશે. ”

અમે વાતચીત દરમિયાન તેમની સતત પ્રતિબદ્ધતા માટે અમેરિકા અને ઈરાનનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ અને આ ક્ષેત્રમાં અમારા ભાઈઓને તેમના સમર્થન માટે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમને વિશ્વાસ છે કે આ ઐતિહાસિક શાંતિ કરાર કાયમી શાંતિનો મજબૂત પાયો નાખશે.
