મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું

PM Modi Raises Indian Sailors Deaths at Hormuz | G7 Summit

જી-૭ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબા સમય બાદ યોજાયેલી મુલાકાત બાદ ભારતમાં રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ આ મુલાકાતની તસવીરો અને વીડિયોને લઈને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે અને અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં માર્યા ગયેલા ત્રણ ભારતીય નાવિકોનો મુદ્દો યોગ્ય રીતે ન ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, મુલાકાતના અહેવાલો દર્શાવે છે કે પીએમ મોદીએ વૈશ્વિક મંચ પરથી અમેરિકાની કૂટનીતિ અને નીતિઓ સામે મજબૂત વલણ અપનાવ્યું છે.

Supriya Shrinet : कंगना रनौतवर आक्षेपार्ह पोस्ट करणाऱ्या कोण आहेत सुप्रिया  श्रीनेत? | congress leader Supriya Shrinet profile who posted offensive  posts on Kangana Ranaut

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પર જી-૭ સમિટનો એક વીડિયો શેર કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ગ્રુપ ફોટો સેશન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને પૂરી ૫ મિનિટ સુધી નજરઅંદાજ કર્યા હતા. આ સિવાય તેમણે અમેરિકા દ્વારા ‘યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડ’ નું નામ બદલીને ફરીથી જૂનું નામ ‘યુએસ પેસિફિક કમાન્ડ’ કરવા પર આક્રોશ ઠાલવ્યો છે. તેમણે લખ્યું કે ૨૦૧૮ માં ટ્રમ્પ શાસનમાં જ ભારતના મહત્વને સ્વીકારીને આ કમાન્ડના નામમાં ‘ઈન્ડો’ શબ્દ ઉમેરાયો હતો, જેને હવે હટાવી દેવાયો છે. શ્રીનેતે આરોપ લગાવ્યો કે અમેરિકાએ આપણા નાવિકોની હત્યા કરી, આકરા ટેરિફ લગાવ્યા અને પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કર્યા છે, છતાં વડાપ્રધાન ઈન્સ્ટાગ્રામ રીલ્સમાંથી ઊંચા આવતા નથી અને અમેરિકા સામે ઝૂકી ગયા હોવાથી ટ્રમ્પ સમક્ષ આ મુદ્દો ઉઠાવવાની હિંમત નહીં કરે.

What Sanjay Singh brings to Aam Aadmi Party | Delhi News - The Indian  Express

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતના વીડિયો પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે અમેરિકી સેનાએ ભારતના ત્રણ જહાજો પર મિસાઈલ હુમલો કરીને ત્રણ ભારતીય નાવિકોની હત્યા કરી દીધી, પરંતુ આટલી ગંભીર ઘટના છતાં વડાપ્રધાન મોદી ટ્રમ્પ સાથે સામાન્ય વાતચીત કરી રહ્યા છે અને ટ્રમ્પ તેમને બાળકોની જેમ વાત કરી રહ્યા છે. સંજય સિંહે આ વલણને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું.

Arvind Kejriwal - Arvind Kejriwal added a new photo.

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે સવારે પોતાનું નિવેદન આપ્યું હતું. વિપક્ષી નેતાઓ એ વાત સ્વીકારે છે કે પીએમ મોદીએ જી-૭ ના જાહેર મંચ પર ભારતીય નાવિકોના મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અરવિંદ કેજરીવાલે હવે નવી માંગ કરી છે. તેમણે જણાવ્યું કે જાહેર મંચ ઉપરાંત પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વન-ટુ-વન મુલાકાતમાં પણ આ મુદ્દો મજબૂતાઈથી ઉઠાવવો જોઈએ અને અમેરિકા સામે કડક વલણ અપનાવવું જોઈએ.

Trump meets Modi in France | Donald Trump says he had good meeting with PM  Modi, working on trade deals - Telegraph India

આ તમામ આક્ષેપો વચ્ચે જી-૭ સમિટના મંચ પર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ૧૬ મહિના પછી દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આક્રમક શૈલી ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદી સામે નરમ અને પ્રભાવિત જોવા મળ્યા હતા અને તેમણે પીએમ મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ પણ ટ્રમ્પની હાજરીમાં પશ્ચિમ એશિયાના યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રને થતા નુકસાન અને ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વૈશ્વિક ભાગીદારી ત્યારે જ સફળ થાય જ્યારે પરસ્પર વિશ્વાસ હોય અને દુનિયા નિયમોના આધારે ચાલવી જોઈએ, કોઈ એક દેશની મનમાનીથી નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *