અમેરિકા-ઈરાન શાંતિ કરારનો શ્રેય લેવા તલપાપડ થતાં પાકિસ્તાનની ભારે ફજેતી

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારને લઈને પાકિસ્તાન ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેનું કારણ તેના વખાણ નહીં પણ આલોચના છે. અમેરિકન ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકા-ઈરાન કરાર(MoU)ની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં વિલંબનું એક કારણ પાકિસ્તાન અને કતારમાં પ્રેસની સ્વતંત્રતાનું સ્તર પણ હતું. તેમના આ નિવેદને પાકિસ્તાનની મીડિયા આઝાદી અને લોકતાંત્રિક વ્યવસ્થા પર નવા સવાલો ઊભા કર્યા છે.

Pakistan Diplomacy Win? Shahbaz Sharif Asim Munir Role | Iran vs US War  Update

એક પોડકાસ્ટમાં અમેરિકા ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું હતું કે અમેરિકા આ કરારનો સંપૂર્ણ ટેક્સ્ટ ટૂંક સમયમાં જાહેર કરવા માંગતું હતું, પરંતુ પાકિસ્તાન અને કતારની વ્યવસ્થામાં અમેરિકા જેવા પ્રેસની આઝાદીના નિયમો નથી. તેમણે કહ્યું કે ત્યાં એવી અપેક્ષા રાખવામાં આવતી નથી કે જનતા કોઈ કરારના દસ્તાવેજો વાંચે, તેની તપાસ કરે અને પોતે તેનું વિશ્લેષણ કરે.

US, Iran envoys meet Pakistani PM as negotiations get under way

આ અંગે વાત કરતાં વેન્સે કહ્યું હતું કે અમેરિકન બંધારણનો પહેલો સુધારો નાગરિકોને અભિવ્યક્તિની આઝાદી, પ્રેસની સ્વતંત્રતા અને ધર્મની સ્વતંત્રતાની ગેરંટી આપે છે. પાકિસ્તાનમાં આ પ્રકારની બંધારણીય સુરક્ષા નથી, તેથી ત્યાં પારદર્શિતાનું સ્તર અલગ છે.
Donald Trump Insider Makes Bleak Prediction About JD Vance's Future

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૫ જૂનના રોજ અમેરિકા-ઈરાન વચગાળાના શાંતિ કરારની જાહેરાત કરી હતી, પરંતુ તેનો સંપૂર્ણ દસ્તાવેજ બે દિવસ પછી જાહેર કરવામાં આવ્યો હતો. આ વિલંબ પર ડેમોક્રેટ નેતાઓ અને ઘણાં નિષ્ણાતોએ સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક લોકોનું માનવું હતું કે ઈરાનને મોટી રાહતો આપવામાં આવી હોવાના કારણે કરારની વિગતો રોકી રાખવામાં આવી રહી છે.

JD Vance: Regresamos a Estados Unidos sin haber llegado a un acuerdo -  Noticias de Aviación, Defensa, Espacio y Tecnología

જેડી વેન્સની ટિપ્પણી બાદ પાકિસ્તાનમાં પ્રેસની આઝાદીનો મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં પાકિસ્તાન ૧૮૦ દેશોમાં ૧૫૩ મા સ્થાને છે. પત્રકારો માટે પાકિસ્તાન લાંબા સમયથી પડકારજનક દેશોમાં ગણાય છે અને ૨૦૨૫ માં પસાર કરાયેલા ૨૭ મા બંધારણીય સુધારા બાદ પ્રેસની સ્વતંત્રતાને લઈને ચિંતાઓ વધુ વધી ગઈ છે.

Pak PM Sharif, Army Chief Munir leave for Switzerland for US-Iran talks |  World News - Business Standard

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દાવો કર્યો હતો કે અમેરિકા-ઈરાન કરાર પર 19 જૂનના રોજ સ્વિટ્ઝર્લૅન્ડમાં સત્તાવાર હસ્તાક્ષર સમારોહ યોજાશે. જો કે, પાછળથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશકિયાને ડિજિટલ માધ્યમથી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી ઈરાનના વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કરી દીધું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડમાં કોઈ સમારોહ યોજાશે નહીં. ત્યારબાદ શાહબાઝ શરીફે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાંથી સ્વિટ્ઝર્લૅન્ડવાળો ભાગ હટાવી દીધો અને પોતાનો પ્રવાસ પણ રદ કરી દીધો હતો.

Less Of A Victory Lap, More Of A Rescue Mission': Former US Advisor On JD  Vance's Switzerland Trip | World News - News18

પોડકાસ્ટમાં જેડી વેન્સે એ પણ ટાંક્યું કે ૧૪ મુદ્દાના કરાર હેઠળ ઈરાન પોતાના સંવર્ધિત યુરેનિયમને ઓછું કરવા માટે સંમત થયું છે. તેના બદલામાં તેને આર્થિક રાહત મળશે. વેન્સે કહ્યું કે આ ટ્રમ્પ વહીવટીતંત્રની મોટી સિદ્ધિ છે કારણ કે ઓબામા સરકારના 2015ના કરારમાં ઈરાનને યુરેનિયમનો ભંડાર રાખવાની મંજૂરી હતી, જ્યારે નવા કરારમાં તેને ખતમ કરવાની વાત કહેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *