વિશ્વ હિન્દુ પરિષદે (VHP) મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મોહર્રમ જુલૂસ દરમિયાન થયેલી એક ઘટનાની તપાસ કરવાની માગ કરી છે. આ ઘટનામાં એક વૅનને ક્રેનથી લટકાવીને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવી હતી. સંગઠને જણાવ્યું કે, ધાર્મિક આયોજનોના નામે આવા ખતરનાક શક્તિ પ્રદર્શનને સભ્ય સમાજમાં ક્યારેય સ્વીકારી શકાય નહીં.
![]()
VHPની આ માગણી ૨૩ જૂનની રાત્રે બડનગરમાં કાઢવામાં આવેલા મોહર્રમ જુલૂસનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સામે આવી છે. વીડિયોમાં એક ક્રેન દ્વારા વૅનને હવામાં આશરે ૪૦ ફૂટ ઊંચે ઉઠાવેલી જોઈ શકાય છે, જ્યારે બે યુવકો ત્યાં ઝંડા લહેરાવી રહ્યા હતા. તે પછી તરત જ એ વૅનને એક જોરદાર ધડાકા સાથે ઉડાવી દેવામાં આવી હતી.



