વોટ્સએપ પર આવ્યું યુઝરનેમ ફિચર

મેટા ની માલિકી ધરાવતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ પોતાના યુઝર્સની સિક્યોરિટી અને પ્રાઇવસીને વધુ મજબૂત કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. હવે વોટ્સએપ નો ઉપયોગ કરતા દુનિયાના ૩૦૦ કરોડથી વધુ યુઝર્સને પોતાનું આગવું ‘યુઝરનેમ’ (@યુઝરનેમ) મળશે. આ ફીચર આવી ગયા પછી, તમે તમારો પર્સનલ મોબાઈલ નંબર શેર કર્યા વિના પણ અન્ય લોકો સાથે સરળતાથી ચેટ કરી શકશો. કંપનીએ સત્તાવાર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે. જો કે, જે ફીચર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પાસે વર્ષ ૨૦૧૨ થી ઉપલબ્ધ હતું, તેને વોટ્સએપ પર લાવવામાં મેટાને ૧૪ વર્ષ જેટલો લાંબો સમય લાગી ગયો છે.

It's Time to Reserve Your WhatsApp Username

અત્યાર સુધી વોટ્સએપ નો સૌથી મોટો માઈનસ પોઈન્ટ એ હતો કે તમારી પ્રોફાઈલ પિક્ચર કે સ્ટેટસ છુપાવવા છતાં તમારો મોબાઈલ નંબર સામેવાળી વ્યક્તિને દેખાઈ જતો હતો. આ કારણે ઘણી વખત યુઝર્સ, ખાસ કરીને મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. કેબ ડ્રાઈવર, ડિલિવરી બોય કે કોઈ અજાણી વ્યક્તિ પાસે નંબર સેવ થઈ જતાં જ તે અવારનવાર મેસેજ કરવા લાગતા હતા. હવે યુઝરનેમ ફીચર આવવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. કેબ કે પાર્સલવાળા સાથે વાત કરવા માટે તમારે નંબર આપવાની જરૂર નહીં પડે, માત્ર યુઝરનેમ અથવા તેની કીઆપીને પણ ચેટ શરૂ કરી શકાશે. જ્યાં સુધી તમે કોઈને તમારું યુઝરનેમ નહીં આપો, ત્યાં સુધી કોઈ તમને એપ પર શોધી પણ શકશે નહીં.

WhatsApp Usernames: Business Impact Explained | 360Dialog

આ ફીચર સામાન્ય યુઝર્સ માટે આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણપણે રોલઆઉટ થઈ જશે, પરંતુ તમે અત્યારથી જ તમારું મનપસંદ યુઝરનેમ રિઝર્વ કરી શકો છો. વોટ્સએપ ના બીટા વર્ઝનમાં આ ઓપ્શન દેખાવા લાગ્યો છે અને ઘણા નોર્મલ યુઝર્સને પણ એપ નોટિફિકેશન મોકલીને નામ રિઝર્વ કરવા કહી રહી છે.

WhatsApp Username Feature 2026: Best Guide for Businesses

કઈ રીતે સેટ કરશો?:  એપના સેટિંગ્સમાં જઈને પ્રોફાઈલ ફોટો પર ટેપ કરવાથી ‘નામ’ ની બિલકુલ નીચે ‘@’ થી શરૂ થતું યુઝરનેમ સેટ કરવાનો ઓપ્શન મળશે.

નિયમો: તમારું યુઝરનેમ વધુમાં વધુ ૩૫ કેરેક્ટર સુધીનું હોઈ શકે છે. જો તમે ઈચ્છો તો તમારા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક આઈડી જેવું જ યુઝરનેમ પણ રાખી શકો છો. આ નામ રિઝર્વ કર્યા પછી પણ તમે તેને ગમે ત્યારે બદલી શકશો, કારણ કે નામ બદલવાની હાલમાં કોઈ લિમિટ રાખવામાં આવી નથી.

How to Activate WhatsApp Username Feature on Android and iOS? Follow Our  Step-by-Step Guide - Gizbot News

WhatsApp's NEW Username Feature is a GAME CHANGER for Privacy!

વોટ્સએપ ના સીઈઓ કુણાલ શાહે ‘X’ પર એક સત્તાવાર પોસ્ટ કરીને ખુલાસો કર્યો છે કે તેમણે પબ્લિક રોલઆઉટ પહેલાં જ પોતાનું યુઝરનેમ મેળવી લીધું છે. શાહે લખ્યું, “સમય જ બધું છે. દુનિયા સમક્ષ આ ફીચર રિલિઝ કરીએ તે પહેલાં જ, હું ખૂબ વહેલો વોટ્સએપ ખોલીને બેસી ગયો. જેથી મારું યુઝરનેમ ક્લેમ કરી શકું. હવે તમારું યુઝરનેમ મેળવવાનો સમય આવી ગયો છે.” આ સાથે જ તેમણે યુઝર્સને પ્રોત્સાહિત કર્યા કે તેઓ પણ અન્ય કોઈ મેળવે તે પહેલાં પોતાના મનપસંદ નામો અત્યારથી જ રિઝર્વ કરી લે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *