ગુજરાતમાં જુલાઇ આવતા જ વરસાદની જમાવટ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. છેલ્લા ૧૫ દિવસથી ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે રાજ્ય આસપાસ એક સાથે ૫ જેટલી સિસ્ટમ (ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થતાં આગામી દિવસોમાં ધમધોકાર વરસાદ પડે તેવી આગાહી છે.

હવામાન વિભાગ અનુસાર, ૨ જુલાઈના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.




