ઈરાન સાથે ફરી યુદ્ધ ?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન અંગેના એક કડક નિવેદન બાદ ભારતીય શેરબજારમાં ભારે હોબાળો મચી ગયો છે. બુધવારે કારોબારના અંતિમ કલાકમાં બજારમાં જોરદાર કડાકો બોલાયો હતો, જેના કારણે રોકાણકારોએ એક જ દિવસમાં કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ટ્રમ્પના આ વલણથી મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ભડકવાની આશંકા વધી ગઈ છે, જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર અને બજાર પર જોવા મળી રહી છે.

ઈરાન સાથે ફરી યુદ્ધ ? ટ્રમ્પના એક નિવેદનથી શેરબજારમાં સુનામી, રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા

બુધવારે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ ૧૫૭૭ પોઈન્ટ (૨.૧૫ %) ઘટીને ૭૬,૫૦૩ પર બંધ થયો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો સૂચકાંક નિફ્ટી પણ ૫૧૬ પોઈન્ટના મોટા ઘટાડા સાથે ૨૩,૮૮૨ પર આવી ગયો હતો. રિલાયન્સ, HDFC Bank, ઈન્ડિગો અને TCS જેવી દિગ્ગજ કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

Trump का टैरिफ वॉर... US से एशिया तक हाहाकार, किस करवट बैठेगा भारतीय बाजार?  - Trump Tariff On Canada Mexico Stock Market from US to Asia Crashed know  what impact will be

બજારમાં આવેલા આ સુનામી જેવા કડાકાને કારણે રોકાણકારોને મોટું આર્થિક નુકસાન થયું છે. મંગળવારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન ૪૮૦.૨૦ લાખ કરોડ રૂપિયા હતું, જે બુધવારે ઘટીને ૪૭૧.૧૩ લાખ કરોડ રૂપિયા પર આવી ગયું હતું. આમ, માત્ર એક જ ઝટકામાં રોકાણકારોની સંપત્તિમાંથી આશરે ૯ લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે.

Trump's plans risk inflating bullish stock market into a bubble - The  Economic Times

અગાઉ એવી ચર્ચાઓ હતી કે, અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં શાંતિ વાર્તા શરૂ થશે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની હુમલા પર અમેરિકાએ પલટવાર કર્યો હતો. ત્યારપછી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ‘ઈરાન સાથે શાંતિ વાર્તા પર વાતચીત કરવી એ માત્ર સમયનો બગાડ છે. હું ઈરાન સાથે હવે કોઈ નવી ડીલ કરવા નથી માંગતો અને તેની સાથે કરારનો સમય પૂરો થઈ ચૂક્યો છે.’ ટ્રમ્પે ઈરાન ઉપરાંત નાટો, ગ્રીનલેન્ડ અને સ્પેન પર પણ આકરી ટિપ્પણીઓ કરી છે, જેનાથી બજારનો સેન્ટિમેન્ટ બગડ્યો છે.

us stock market crash: Trillions wiped from the economy and Americans'  pensions as stock markets tank following Donald Trump's tariffs; here's  what you need to know - The Economic Times

ટ્રમ્પના આ કડક વલણની સૌથી પહેલી અને સીધી અસર કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલની કિંમતો પર પડી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત એક જ ઝટકામાં ૬.૭૫ % ઉછળીને ૭૯ ડોલર પર પહોંચી ગઈ છે. તેલ મોંઘું થવાના કારણે બજારમાં મોંઘવારી વધવાનો ભય સતાવી રહ્યો છે, જેને કારણે શેરબજારમાં પણ ફાફડાટ ફેલાયો છે.

Resi Stocks are Falling Faster than the Market

બજારમાં ડરનો માપદંડ ગણાતો સૂચકાંક ઈન્ડિયા વીઆઈએક્સ અચાનક ૧૫ ના સ્તરને પાર કરી ગયો છે. આ આંકડો દર્શાવે છે કે રોકાણકારોમાં જોખમ અને અનિશ્ચિતતા ખૂબ વધી ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય તણાવની વચ્ચે ભારતીય રૂપિયાના મૂલ્યમાં પણ ઘટાડો નોંધાયો છે.

Six things Brits need to buy before Donald Trump's tariffs

દુનિયાની કુલ જરૂરિયાતના ૨૦ % તેલ પુરવઠો જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલા અને ટ્રમ્પના નિવેદનથી વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ તેજ બનશે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી થતો સપ્લાય અટકશે, તો સમગ્ર વિશ્વ સામે મોટું તેલ અને ગેસનું સંકટ ઊભું થઈ શકે છે.

How the Strait of Hormuz is Impacting the Global Packaging Supply Chain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *