વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં જાપાનમાં ૫૩૦૦ કંપનીઓએ નાદારી નોંધાવી

સતત પાંચમાં વર્ષમાં બેન્કરપ્સી કંપનીઓની સંખ્યામાં વધારો : એક અબજ યેનથી વધુના દેવાબોજ સાથેની નિષ્ફળ ગયેલી કંપનીઓની સંખ્યા ૧૧૪

વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં જાપાનમાં 5300 કંપનીઓએ નાદારી નોંધાવી, 12 વર્ષમાં સૌથી વધુ

વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં જાપાનમાં ૫૩૦૦ કંપનીઓ નાદારી નોંધાવી છે જે છેલ્લા ૧૨ વર્ષનો સૌથી ઊંચો આંક છે. વધી રહેલા ભાવો તથા કર્મચારીઓની અછતને કારણે કંપનીઓના વેપાર દબાણ હેઠળ આવી જતા તેણે દેવાળુ ફુકાવાનો વારો આવ્યો છે.
ટોકયો શોકો રિસર્ચ પેઢીના રિપોર્ટ પ્રમાણે, ૨૦૧૨ બાદ કોઈ વર્ષના પ્રથમ છ મહિનામાં કંપનીઓની નાદારીનો આ સૌથી મોટો આંક છે. સતત પાંચમાં વર્ષમાં કંપનીઓની બેન્કરપ્સીની સંખ્યામાં વધારો જોવા મળ્યો હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. ફુગાવા, નબળા યેન, કર્મચારીઓની અછત તથા લોન ખર્ચમાં વધારા જેવી બાબતોનો સામનો કરી રહેલા જાપાનના વેપારગૃહો પર દબાઁણ વધી રહ્યું હોવાનું ઉક્ત આંકડા પરથી કહી શકાય એમ છે.
એક કરોડ યેન (અંદાજે ૬૧૬૦૦ ડોલર) જેટલા દેવા સાથેની કંપનીઓની સંખ્યા વાર્ષિક ધોરણે ૭.૧૦ ટકા જેટલી વધી ૫૩૪૬ પહોંચી છે.પડકારોની સૌથી વધુ અસર નાના વેપારગૃહો પર વધુ જોવા મળી છે. નાદારીમાં ગયેલી કંપનીઓમાંથી ૯૦ ટકાથી વધુ કંપનીઓ દરેક દસથી ઓછા કર્મચારી ધરાવતી હતી. ૮૦ ટકા કંપનીઓના માથે જવાબદારીનો આંક ૧૦ કરોડ યેનથી નીચે હતો. નાદારીનો ભોગ બનનારી કંપનીઓમાં નાની તથા મધ્યમ કદની કંપનીઓ વધુ છે. એક અબજ યેન કે તેથી વધુના દેવાબોજ સાથેની નિષ્ફળ ગયેલી કંપનીઓની સંખ્યા૧૧૪ જેટલી રહી છે.
કોઈ વર્ષના પ્રથમ છ મહિનામાં એક અબજ યેન કે તેથી વધુના દેવાબોજ સાથેની નિષ્ફળ ગયેલી કંપનીઓની સંખ્યા ૧૦૦થી ઉપર ગઈ હોય તેવું વર્તમાન વર્ષમાં પહેલી વખત જોવા મળ્યું છે.
શ્રમ લક્ષી તથા ઉપભોગતાનો સામનો કરતા ઉદ્યોગો સૌથી વધુ નિષ્ફળ રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *