આજે અમિત શાહના હસ્તે ૪ મલ્ટીસ્ટોરી ટાવરનું ઈ-લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં રાજ્ય સરકારના મહત્વપૂર્ણ વિકાસકાર્યોના કાર્યક્રમમાં ભાગ લઈ રૂ. ૬૦.૬૮ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૧૮૮ સરકારી આવાસોનું ઈ-લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ રહેઠાણો ઉપલબ્ધ થશે, જે તેમના જીવનધોરણને વધુ ગુણવત્તાસભર બનાવશે

Future of a country assessed by how crowded its libraries are": Amit Shah  inaugurates JP Narayan Library in Delhi

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા ૧૮૮ આધુનિક સરકારી આવાસોનું ઈ-લોકાર્પણ કરશે. અમદાવાદમાં યોજાનારા વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમના ભાગરૂપે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. કુલ રૂ. ૫૦.૬૮ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટથી સરકારી સેવાના વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩ ના કુલ ૧૮૮ અધિકારીઓ અને કર્મચારીઓને પરિવાર સાથે રહેવા માટે આધુનિક અને સુવિધાસભર સરકારી આવાસો ઉપલબ્ધ થશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે તા. 12 જુલાઈના  રોજ અમદાવાદ ખાતે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ...

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓને ફરજના સ્થળે જ ઉચ્ચ ગુણવત્તાવાળા રહેઠાણો ઉપલબ્ધ કરાવવાના અભિગમ સાથે કુલ ચાર મલ્ટીસ્ટોરીડ ટાવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ આવાસોમાં આધુનિક માળખાકીય સુવિધાઓ, ગુણવત્તાસભર બાંધકામ અને જરૂરી રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે તા. 12 જુલાઈના  રોજ અમદાવાદ ખાતે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ...

આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ કેટેગરીના આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં કક્ષા-‘ઈ’ (E-Category)ના ૪૦ આવાસો, કક્ષા-‘ડી-૧’ (D1-Category)ના ૫૨ આવાસો, કક્ષા-‘સી’ (C-Category)ના ૫૨ આવાસો અને કક્ષા-‘બી’ (B-Category)ના ૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત સરકારી આવાસોનો સીધો લાભ સરકારી સેવાના વિવિધ વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓને મળશે. તેમાં વર્ગ-૧ ના ૪૦ અધિકારીઓ, વર્ગ-૨ ના ૧૦૪ અધિકારીઓ અને વર્ગ-૩ ના ૪૪ કર્મચારીઓ સહિત કુલ ૧૮૮ પરિવારોને આધુનિક સરકારી રહેણાંકની સુવિધા ઉપલબ્ધ થશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે અમદાવાદ  મહાનગરપાલિકાના રૂ.૩૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતર્મુહુત | CMO  ...

શાહીબાગ વિસ્તારમાં નિર્માણ કરાયેલા ‘ઈ’ કેટેગરીના રેસિડેન્સી ટાવરમાં અત્યાધુનિક ડ્રોઈંગ રૂમ, ડાઈનિંગ રૂમ, વિશાળ કિચન એરિયા, ઓફિસ રૂમ, આરામદાયક બેડરૂમ અને માસ્ટર બેડરૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત વિશાળ બાલ્કની, વોશ એરિયા, સુંદર ગાર્ડન એરિયા તેમજ આધુનિક સીડીઓની રચના કરવામાં આવી છે જેથી રહેવાસીઓને વધુ આરામદાયક વાતાવરણ મળી રહે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે તા. 12 જુલાઈના  રોજ અમદાવાદ ખાતે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ...

શહેરના અગ્રણી શૈક્ષણિક વિસ્તાર L.D.C.E. સુંદરમ કોલોની ખાતે ‘ડી-૧’ કેટેગરીના મલ્ટીસ્ટોરીડ ટાવરનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શાહીબાગ પોલીસ સ્ટેડિયમ સામે સરકારી અધિકારીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ૧૩ માળ (GF + ૧૩) ધરાવતા ‘સી’ કેટેગરીના આધુનિક રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી ફોટોલીથો પ્રેસ કોલોની ખાતે સરકારી કર્મચારીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ૧૧ માળ (GF + ૧૧) ધરાવતા ‘બી’ કેટેગરીના મલ્ટીસ્ટોરી ટાવરનું નિર્માણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જે તમામ જરૂરી આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને હવે લોકાર્પણ માટે તૈયાર છે.

Union Home Minister Amit Shah will gift development works worth crores to  Ahmedabad and Gandhinagar on his 2-day Gujarat visit.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *