અમદાવાદમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ

પોલીસને છેતરવા ‘ચોકલેટ રેપર’ માં એમડી ડ્રગ્સ વેચતી મહિલા ઝડપાઈ

અમદાવાદ શહેરમાંથી નશાના કારોબારની એક અત્યંત ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. ઝોન ૫ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ગોમતીપુર પોલીસે સંયુક્ત દરોડો પાડીને ચોકલેટના પેકિંગમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતી એક મહિલાને ઝડપી પાડી છે. મહિલાના ઘરેથી પોલીસને મોટા પ્રમાણમાં કેમિકલ ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે દંપતી આ અનોખી પદ્ધતિનો ઉપયોગ કરતું હતું.

પકડાઈ નહીં તે માટે ચોકલેટ રેપરમાં પેક કરતા, ઘરમાંથી MD ડ્રગ્સ અને ગાંજો મળી  આવ્યો - દિવ્ય ભાસ્કર | Divya Bhaskar

વિક્રમ મિલની ચાલીમાં દરોડો

એલસીબી ના પીએસઆઇ કે કે જાડેજાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગોમતીપુર વિસ્તારમાં આવેલી વિક્રમ મિલની ચાલીમાં સુરજ દીવાકર અને તેની પત્ની સીમા દિવાકર મોટા પાયે ડ્રગ્સનું નેટવર્ક ચલાવે છે. આ માહિતીના આધારે પોલીસે ઘરમાં સરપ્રાઈઝ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન સુરજ હાજર મળ્યો ન હતો, પરંતુ તેની પત્ની સીમા દિવાકર રંગેહાથ પકડાઈ ગઈ હતી. પોલીસે ઘરની તલાશી લેતા ૧૨૭ ગ્રામ એમડી ડ્રગ્સ, ૧૩૨ ગ્રામ ગાંજો અને રૂ. ૧.૧૨ લાખની રોકડ રકમ જપ્ત કરી છે.

Ahmedabad Gomtipur: Woman Arrested Selling MD Drugs in Chocolate Wrappers

૧૫૦૦ થી ૧૭૦૦ રૂપિયામાં વેચાતી હતી એક ‘ચોકલેટ’

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સીમા દિવાકર અગાઉ પણ નાર્કોટિક્સના ગુનામાં પકડાઈ ચૂકી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓની પકડમાંથી બચવા માટે નવી યુક્તિ અપનાવી હતી. ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરવા માટે તે એમડી ડ્રગ્સને બજારમાં મળતી સામાન્ય ચોકલેટના રેપરમાં પેક કરી દેતી હતી, જેથી કોઈને શંકા ન જાય. આ દંપતી ડ્રગ્સ ભરેલી ૧ ચોકલેટના પેકના બદલામાં ગ્રાહકો પાસેથી ₹ ૧૫૦૦ થી ₹ ૧૭૦૦ વસૂલતું હતું.

Woman held in Ahmedabad with drugs hidden in chocolate wrappers -  Daijiworld.com

પતિ અને મુખ્ય સપ્લાયરની શોધખોળ શરૂ

પોલીસે પ્રતિબંધિત નશીલા પદાર્થો અને રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરીને સીમા દિવાકરની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. આ કેસમાં સીમાનો પતિ સુરજ દીવાકર અને તેમને ડ્રગ્સનો જથ્થો મોકલનારો મુખ્ય શખ્સ હજુ પોલીસ પકડથી દૂર છે. ગોમતીપુર પોલીસે બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *