સંસદમાં આજે પેપર લીક વિરોધી નવુ સુધારા બિલ રજૂ કરાશે

સંસદના ચોમાસું સત્ર દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ લોકસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) સુધારા વિધેયક, ૨૦૨૬’ રજૂ કરવા જઈ રહ્યા છે. NEET વિવાદ અને દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન બાદ સરકાર પરીક્ષાઓની પારદર્શિતા વધારવા માટે આ મહત્ત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે.

Jitendra Singh To Introduce Paper Leak Amendment Bill 2026 In Parliament

DMK સાંસદ ટી.આર. બાલૂ અને તિરુચિ શિવાએ NEET પર તાત્કાલિક પ્રતિબંધ અને જંતર-મંતર પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગની તપાસ માટે નોટિસ આપી છે. કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોર અને વિજય વસંતે આક્ષેપ કર્યો છે કે ૨૦ જુલાઈના રોજ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પેલેટ ગન અને શોક બેટનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે અંગે ગૃહમાં ચર્ચા થવી જોઈએ.

બિલ પર આશરે ૮ થી ૧૦ કલાક ચર્ચા થવાની શક્યતા છે. ભાજપ અને સહયોગી દળો વતી વાંસુરી સ્વરાજ, તેજસ્વી સૂર્યા, સાયોની ઘોષ, મિતાલી બાગ, ડો. શ્રીકાંત શિંદે અને અનુપ્રિયા પટેલ જેવા યુવા સાંસદો ચર્ચામાં ભાગ લેશે. નવા શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશી આજે પ્રથમ વખત પ્રશ્નકાળમાં શિક્ષણ મંત્રાલય સંબંધિત પ્રશ્નોના જવાબો આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પદ્ધતિને વધુ ટેકનોલોજીકલ અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજી એક્સપર્ટ નંદન નીલેકણીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે.

ટાસ્ક ફોર્સના સભ્યો: પૂર્વ ISRO પ્રમુખ ડો. એસ. સોમનાથ, પૂર્વ IB ડિરેક્ટર તપન ડેકા, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને અમૃત લાલ મીણા.

મેકર-ચેકર મોડલ: આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર ડો. વી. કામકોટીએ જણાવ્યું કે બેંકિંગ ક્ષેત્રની તર્જ પર ‘મેકર-ચેકર’ મોડલ અપનાવી પેપર સેટ કરનાર વ્યક્તિની જવાબદારી અને પ્રામાણિકતા સુનિશ્ચિત કરવામાં આવશે.

Paper Leak Bill: પેપર લીક વિરોધી કાયદામાં સુધારો કરતું બિલ સોમવારે  લોકસભામાં રજૂ કરાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *