રાજ્યમાં જીપીએસસી અને ટીએટી-એચએસ ની પરીક્ષાઓ મોકૂફ

ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. ભારેથી અતિભારે વરસાદને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડ(એસઇબી)ની શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) –૨૦૨૬ (ટીએટી-એચએસ) અને ગુજરાત જાહેર સેવા આયોગ(જીપીએસસી) પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. એસઇબી અને એસઇબી એ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે.

TAT HIGHER SECONDARY (STD- 11 AND 12) ALL SUBJECT AND ALL MEDIUM EXAM  (28/10/2018) CALL LETTER - NILESH JADAV

એસઇબી અનુસાર, રાજ્યમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને આગામી ૨ ઓગસ્ટના રોજ યોજાનાર શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – ૨૦૨૬ (ટીએટી-એચએસ)ની ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા ૮ ઓગસ્ટ, ૨૦૨૬ એ શનિવારના રોજ યોજાશે.

image.png

રાજ્ય પરીક્ષા બોર્ડ(એસઇબી)ના સચિવ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઉમેદવારોએ નવી હોલ ટિકિટ ફરીથી ડાઉનલોડ કરવાની રહેશે નહીં. આમ, અગાઉ ડાઉનલોડ કરેલી હોલ ટિકિટ જ માન્ય ગણાશે. તેમજ પરીક્ષા કેન્દ્ર અને હોલ ટિકિટમાં દર્શાવેલ સમય અગાઉ મુજબ જ રહેશે.

Gujarat TAT HS Mains Call Letter 2026 Out @sebexam.org, Download Hall Ticket

પરીક્ષા સંબંધિત વધુ માહિતી અને અપડેટ્સ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પરથી ઉમેદવારો મેળવી શકશે.

Best GPSC Coaching in Gandhinagar | Class 1 2 Coaching

રાજ્યમાં ધોધમાર વરસાદની આઇએમડીની આગાહીને પગલે આગામી ૧ ઓગસ્ટના શનિવારે લેવાનાર જીપીએસસી ની પ્રાથમિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આમ, આગામી ૯ ઓગસ્ટના રવિવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી ૧૨:૦૦ વાગ્યા સુધીમાં પરીક્ષા લેવાશે.

image.png

image.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *