હોર્મુઝને લઇને ઇરાન અને યુએસ વચ્ચેની સમજુતી શા માટે જટિલ?

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે ખુલાસો કર્યો

The Perfect Storm for Oil Bulls: Hormuz, Bab el-Mandab, and the Sea of Azov  - Institute of Energy for South-East Europe

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે વિવાદને ઉકેલવાના પ્રયાસોને જટિલ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમાં થોડો સમય લાગશે. તેમણે ઇરાનીઓને ખૂબ જ મુશ્કેલ લોકો તરીકે વર્ણવ્યા હતા

JD Vance asks Congress for help in federal fraud fight, touts $230 billion  identified

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ પાંચ મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. તેનાથી વિપરીત ફરીથી યુદ્ધ શરૂ થયું હતું. આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને દેશો ઓમાન દ્વારા વાતચીતના ટેબલ પર છે. આ દરમિયાન અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાન સાથેની વાતચીતના મુદ્દાને જટિલ ગણાવ્યો છે અને કહ્યું છે કે આ એક જટિલ પ્રક્રિયા છે અને તેમાં સમય લાગશે.

Vance Reveals Trump Lied About Strait of Hormuz Solution in Iran Deal | The  New Republic

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇરાને કહ્યું છે કે તે ઓમાન સાથે હોર્મુઝ સ્ટ્રેટનો મુસદ્દો તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંદાજ લગાવ્યો છે કે થોડા દિવસોમાં મોટી સફળતા પ્રાપ્ત મળી શકે છે.

The Perfect Storm for Oil Bulls: Hormuz, Bab el-Mandab, and the Sea of Azov

ઈરાન સાથે વાતચીત જટિલ છે : જેડી વેન્સ

યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે સ્વીકાર્યું છે કે તાજેતરમાં પ્રગતિ થઇ હોવા છતાં ઇરાન સાથેની વાતચીત હજી પણ જટિલ છે. તેમણે કહ્યું કે ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાના કરાર તરફ આગળ વધ્યા હોવા છતાં, વાતચીતમાં સમય લાગશે.

Why Iran Won't Give Up Hormuz - by Hamidreza Azizi

બુધવારે ફોક્સ ન્યૂઝના હોસ્ટ લૌરા ઇન્ગ્રાહામ સાથે વાત કરતા જેડી વેન્સે કહ્યું હતું કે તેઓ સમજે છે કે વાતચીતની ધીમી ગતિથી અમેરિકનો શા માટે નિરાશ થઈ શકે છે. તેમણે કહ્યું કે ક્યારેક-ક્યારેક તેમાં એક પગલું આગળ, બે પગલાં પાછળ, પછી ત્રણ પગલાં આગળ અને એક પગલું પાછળ હટવું પડે છે.

UN: Maritime Traffic in the Strait of Hormuz Has Nearly Come to a Halt

તેમાં થોડો સમય લાગશે : જેડી વેન્સ

અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ વિવાદને ઉકેલવાના પ્રયાસોને જટિલ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમાં થોડો સમય લાગશે. તેમણે ઇરાનીઓને ખૂબ જ મુશ્કેલ લોકો તરીકે વર્ણવ્યા હતા અને કહ્યું હતું કે કેટલીકવાર પ્રગતિ થાય તે પહેલાં ક્યારેક-ક્યારેક વાતચીતમાં પાછળ હટવું પડે છે.

Donald Trump and JD Vance Are Still Honing Their Partnership - The New York  Times

તેમણે આ ઉતાર ચડાવ વાળી પ્રગતિ માટે ઇરાનના નેતૃત્વમાં મતભેદોને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક અધિકારીઓ ઇચ્છે છે કે આ મુકાબલો સમાપ્ત થાય, જ્યારે પાગલ કટ્ટરપંથીઓ ઇચ્છે છે કે તે ચાલુ રહે. વેન્સે જણાવ્યું હતું કે અમારું કામ આ પરિસ્થિતિઓનો સામનો કરવાનું અને અમેરિકન લોકો માટે શ્રેષ્ઠ પરિણામ મેળવવાનું છે.” ”

Vance says Trump is 'impatient' about progress on Iran | Reuters

મુશ્કેલીઓ હોવા છતાં, ઉપરાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુએસ વહીવટીતંત્ર આખરે યુએસ માટે ફાયદાકારક પરિણામ પ્રાપ્ત કરશે. તેમણે આગાહી કરી હતી કે તેલના ભાવમાં સતત ઘટાડો થશે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય.

Donald Trump Picks Ohio Senator J.D. Vance as His Vice Presidential Nominee  | Vanity Fair

યુ.એસ. ઉપરાષ્ટ્રપતિએ વાતચીતમાં તેમની ભૂમિકા અંગે તેમની વિદેશ નીતિની ટીકાને પણ નકારી કાઢી હતી. તેમણે કહ્યું તે જો તેઓ (કટ્ટરપંથી લોકો) ઇચ્છે છે કે આ યુદ્ધને સફળતાપૂર્વક સમાપ્ત કરવાનો પ્રયાસ કરવાનો શ્રેય અથવા જવાબદારી મારી પાસે હોય, તો મને ખુશી છે કે તેઓ કરે છે.

MusicCreedLive® | The United States and Iran have reached a preliminary  agreement to end nearly four months of war and pause hostilities for 60 days,...  | Instagram

હોર્મુઝને લઇને સમજુતી અંતિમ તબક્કામાં – ઇરાન

ઈરાને પણ કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર કરાર અંતિમ તબક્કામાં છે. આ વાત ત્યારે સામે આવી છે જ્યારે ઇરાને બુધવારે કહ્યું હતું કે તે હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાન સાથે કરારનો મુસદ્દો તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે, જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે આ કરારની જાહેરાત આ અઠવાડિયે થઈ શકે છે.

US and Iran End 107-Day War Without Clear Victor in MOU

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ કહ્યું હતું કે જો કેટલાક પક્ષો પ્રક્રિયામાં અવરોધ નહીં ઉઠાવે તો સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવશે. તે દેખીતી રીતે યુનાઇટેડ સ્ટેટ્સનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

Strait Of Hormuz Showdown: Iran Vows 'Deadly Whirlpools' Retaliation To  Trump's Blockade Move | Republic World

આ ક્ષેત્રના બે અધિકારીઓએ એપીને જણાવ્યું હતું કે ઇરાન અને ઓમાનના વાર્તાકારોએ જળમાર્ગને ફરીથી ખોલવા માટે કરારનો મુસદ્દો તૈયાર કર્યો છે અને ઇરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ મોજતબા ખામેનીની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. અધિકારીઓએ સંભવિત કરારને જળમાર્ગ પર ચાલી રહેલા વિવાદનો અસ્થાયી ઉકેલ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર યુએસ અને ઇરાન વચ્ચે વાતચીત ફરીથી શરૂ કરવાનો માર્ગ મોકળો કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *