ગુજરાતમાં ૪૮ કલાક વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે(આઇએમડી) આગામી ૧૩ ઑગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમજ ૮-૯ ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી ૪૮ કલાક ધોધમાર વરસાદની આગાહી છે, ત્યારે જો વીકેન્ડમાં ફરવા જવાનો પ્લાન હોય તો ચેતજો!

ગુજરાતમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી, ધૂળની ડમરીઓ ઉડશે

આઇએમડી મુજબ, ૮-૯ ઑગસ્ટના રોજ વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 10 જૂન સુધી વરસાદની આગાહી, દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે ૮ અને ૯ ઑગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં મેઘગર્જના, વીજળીના કડાકા-ભડાકાની સાથે ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે.

Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના  કારણે કમોસમી વરસાદની આગાહી | Unseasonal rains forecast in Gujarat on March  29 and 30

હવામાનના જણાવ્યા અનુસાર, એકસાથે અનેક સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જોવા મળી રહ્યો છે. હાલમાં મીન-સી લેવલ પર મોન્સૂન ટ્રફ ફિરોઝપુર, રોહતક, શાહજહાંપુર, કાનપુર, દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાઈ રહ્યું છે.

ગુજરાતમાં વરસાદની આગાહી, અલ નીનોને લઈ એલર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *