જૂનાગઢ: માતા દ્વારા બાળકીને માર મારવાના કેસમાં પોલીસ તપાસ શરૂ

જૂનાગઢમાં માતા દ્વારા બાળકીને માર મારવાનો મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન આ સમગ્ર મામલે કેટલીક મહત્વની વિગતો સામે આવી છે.

Gujarat Bangladeshi Infiltrators; Operation Delta Hunt | Human Trafficking  Syndicate Busted

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકી અગાઉ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે તેની નાનીમા સાથે રહેતી હતી. જૂન ૨૦૨૬ માં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત બાળકીની નાનીમાને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. નાનીમાને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા બાદ બાળકી તેની માતા પાસે રહેવા માટે મોકલવામાં આવી હતી.

Junagadh Mother Beats Daughter; Neighbors Intervene | Child Abuse Case

તપાસ દરમિયાન બાળકીની માતાના બીજા લગ્ન થયા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. નાનીમા પાસેથી બાળકી માતા પાસે આવ્યા બાદ તેની સાથે બનેલી ઘટનાને લઈને પોલીસ દ્વારા વિવિધ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે.

ભારતમાં ઘૂસણકોરી કરનારા બાંગ્લાદેશીઓને એજન્ટો જ નકલી ડોક્યુમેન્ટ બનાવી આપે છે. (AI જનરેટેડ)

હાલ સમગ્ર મામલે પોલીસ વધુ પૂછપરછ અને તપાસ ચલાવી રહી છે. બાળકી સાથેની ઘટનાના કારણો અને અન્ય હકીકતો અંગે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવી શકે છે. 

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *