બ્રાઝિલે પણ ઈથેનોલમાંથી પેટ્રોલ બનાવતા દુનિયામાં ખાંડની કટોકટી સર્જાઈ

ભારતમાં તહેવારોની મોસમ શરૂ થવાની સાથે જ ખાંડના ભાવ વધવાથી લોકોની તહેવારોની મઝા કડવી થઈ ગઈ છે. જોકે, આ સ્થિતિ માત્ર ભારતમાં જ છે એવું નથી. આખી દુનિયામાં ખાંડની અછત સર્જાતા ખાંડની કટોકટી ઊભી થઈ છે અને ખાંડના ભાવ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. દુનિયામાં ખાંડની અછત માટે બ્રાઝિલને જવાબદાર ગણાઈ રહ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચતા બ્રાઝિલ પણ ઈથેનોલના ઉત્પાદન તરફ વળતા બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન ઘટવાની આશંકા છે, જેની અસર દુનિયા પર પડી શકે છે.

બ્રાઝિલે પણ ઈથેનોલમાંથી પેટ્રોલ બનાવતા દુનિયામાં ખાંડની કટોકટી સર્જાઈ

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. હોર્મુઝ કટોકટીનો હજુ સુધી કોઈ અંત નહીં આવ્યો હોવાથી ફરી એક વખત ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આશંકા છે. આથી બ્રાઝિલ સરકારે કેડૂતોને શેરડીના ખેડૂતોને ખાંડના બદલે ઈથેનોલના ઉત્પાદન તરફ વળવા પ્રોત્સાહિત કર્યા છે.

Three Seasons Without Sugar Exports: Inside India's Food-vs-Fuel Reckoning  - Khaitan Bioenergy India's Ethanol Push Is Squeezing Sugar, Rice &  Groundwater | Khaitan Bio Energy

બ્રાઝિલે જુલાઈના અંત સુધીમાં પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણનો દર વધારીને ૩૨ % કરી દીધો છે, જે એક મહિના પહેલા ૩૦ % અને એક વર્ષ પહેલા ૨૭ % હતો. અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન એગ્રીકલ્ચર સર્વિસના ડેટા મુજબ દુનિયામાં શેરડીના કુલ ઉત્પાદનમાં બ્રાઝિલનો હિસ્સો ૨૪ % અને ભારતનો ૧૬ % છે.

Ethanol-blended fuel's use can impact environment, land-use patterns:  Experts - The Economic Times

બ્રાઝિલમાં ઈથેનોલના ઉત્પાદન માટે શેરડીનો ઉપયોગ વધતા ખાંડનું ઉત્પાદન ત્રણ ટકા ઘટવાની શક્યતા છે એટલે કે ખાંડનું ઉત્પાદન લગભગ ૪.૩ કરોડ ટન ઘટવાનો અંદાજ છે તેમ બ્રાઝિલની નેશનલ સપ્લાય કંપની કોનાબના અહેવાલમાં જણાવાયું છે.

Oil Companies Buy Ethanol at Low Prices | Flex-Fuel Strategy in India

ઈથેનોલની સાથે બ્રાઝિલમાં અલ નીનોના કારણે મધ્ય અને દક્ષિણ ભાગમાં વરસાદમાં વિલંબ અને તાપમાન વધવાના કારણે શેરડીની ઉપજ પર અસર પડી છે. બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન ઘટવાથી દુનિયાભરમાં ખાંડની સપ્લાય ચેઈન પર અસર પડવાની શક્યતા છે. આ સિવાય વેલોર આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ આ વર્ષે અલ નીનોના કારણે થાઈલેન્ડ, યુરોપીયન યુનીયન જેવા અન્ય શેરડી ઉત્પાદક દેશોમાં પણ શેરડીનું ઉત્પાદન ઘટવાની આશંકા છે. આ કારણોથી દુનિયાભરમાં આગામી સમયમાં ખાંડની કટોકટી સર્જાવાની શક્યતા છે.

India Sugar Price Hike Explained | Why Prices Increased & Import Plan

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *