ગાંધીનગર: ૧૦૧ નવી એસ.ટી. બસોનું પ્રસ્થાન,રક્ષાબંધન પર મુસાફરોની સેવા વધુ સુદ્રઢ બની

ગાંધીનગર: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાજ્યની માતા-બહેનો અને પ્રવાસીઓને શ્રેષ્ઠ પરિવહન સુવિધા પૂરી પાડવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા ૧૦૧ નવીન એસ.ટી. બસો જનતાની સેવામાં લોકાર્પિત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ તમામ નવીન બસોને લીલી ઝંડી આપીને રવાના કરી હતી.

Prayagraj: Temporary Bus Stations for Makar Sankranti, 4000 Buses Deployed

ગાંધીનગર: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાજ્યની માતા-બહેનો અને પ્રવાસીઓને શ્રેષ્ઠ પરિવહન સુવિધા પૂરી પાડવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા ૧૦૧ નવીન એસ.ટી. બસો જનતાની સેવામાં લોકાર્પિત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ તમામ નવીન બસોને લીલી ઝંડી આપીને રવાના કરી હતી.

Harsh Sanghavi's Video on X

૧૦૧ નવીન બસો અને સેવાઓનું માળખું:

  • નવી બસોનો સમાવેશ: લોકાર્પિત કરાયેલી ૧૦૧ બસોમાં ૭૧ સુપર એક્સપ્રેસ, ૨૦ મિડી અને ૧૦ સ્લીપર કોચનો સમાવેશ થાય છે.
  • મહિલા કંડક્ટરો દ્વારા રક્ષાબંધનની ઉજવણી: કાર્યક્રમ દરમિયાન એસ.ટી. નિગમની મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને રાખડી બાંધીને રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી.
  • તહેવારમાં ૨૪x૭ સમર્પિત સેવા: ડ્રાઈવર, કંડક્ટર અને ઓપરેશન સ્ટાફ પોતાના પરિવારથી દૂર રહીને નાગરિકોની મુસાફરી સરળ બનાવવા માટે સતત ફરજ બજાવે છે, જે બદલ નાયબ મુખ્યમંત્રીશ્રીએ તેમનો આભાર માન્યો હતો.

PHOTO | Gandhinagar, Gujarat: Prime Minister Narendra Modi dedicated 50  state-of-the-art electric buses for Bhavnagar under the PM-eBus Sewa  Scheme, giving the flag-off from Assam. Bhavnagar becomes the first city in  Gujarat

રક્ષાબંધન પર્વે ૬,૫૦૦ એક્સ્ટ્રા ટ્રીપોનું મોટું આયોજન:

  • વિશેષ સંચાલન: તારીખ ૨૬ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ ૬,૫૦૦ જેટલી વધારાની બસ ટ્રીપો દોડાવવામાં આવશે.
  • મુખ્ય નગરો અને તીર્થધામો: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો તેમજ અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવા પ્રમુખ તીર્થધામો માટે વિશેષ સંચાલન કરાશે.
  • એડવાન્સ બુકિંગ: મુસાફરોની સુવિધા માટે ઓનલાઈન તેમજ એસ.ટી. ડેપો પરથી એડવાન્સ બુકિંગની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.
  • ગત વર્ષનો રેકોર્ડ: ગત વર્ષે રક્ષાબંધને 6,402 એક્સ્ટ્રા ટ્રીપો દ્વારા ૩.૩૩ લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો, જે આ વર્ષે વધુ વ્યાપક બનાવાયો છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *