નેપાળ પુરમાં ૧૦૦ થી વધુ ભારતીયો સહિત ૪૦૦ જેટલા નાગરિકો લાપતા

નેપાળમાં ભોટેકોશી નદીમાં અચાનક પુર આવતા ૧૦૫ ભારતીય સહિત ૪૦૦ જેટલા લોકો લાપતા હોવાનો પ્રાથમિક અંદાજ છે. ગુમ થયેલા લોકોમાંથી ૩૭ ની ઓળખ એનઆરઆઈ તરીકે થઈ છે.

Rasuwa Flood Alert: Soldiers Missing in Nepal | Bhotekoshi River Spate

નેપાળમાં અચાનક પુર આવવાથી ઓછામાં ઓછા ૧૦૫ ભારતીય નાગરિકો લાપતા હોવાના અહેવાલ છે. નેપાળ પ્રવાસન બોર્ડની પ્રાથમિક યાદી મુજબ બુધવારે નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં આવેલા પુરમાં ૩૮૪ લોકો લાપતા છે. આ ગુમ થયેલા લોકોમાંથી ઓછામાં ઓછા ૧૦૫ ભારતીય છે.

નેપાળ ટૂરિઝમ બોર્ડની પ્રાથમિક યાદીમાં ગુમ થયેલા લોકોમાં ૨૯૧ વિદેશી અને ૯૩ નેપાળી નાગરિકોનો ઉલ્લેખ છે. નેપાળ ટૂરિઝમ બોર્ડ, ટૂરિસ્ટ પોલીસ અને અન્ય પર્યટન હિસ્સેદારો ટ્રાવેલ એજન્સીઓ, ગાઇડ્સ, સ્થાનિક અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યા છે જેથી મુસાફરોને શોધી શકાય અને તેમની સ્થિતિની પુષ્ટિ કરી શકાય.

નેપાળ ટુરિઝમ બોર્ડે કહ્યું કે, આ ડેટા ૧૦ ટૂરિઝમ અને ટ્રાવેલ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે બનાવવામાં આવ્યો છે. આ યાદીમાં ગુમ થયેલા લોકોમાં ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, અમેરિકા, મલેશિયા, બ્રિટન અને દક્ષિણ આફ્રિકા સિવાય ૧૦૫ ભારતીયોનો સમાવેશ થાય છે. ગુમ થયેલા લોકોમાંથી ૩૭ ની ઓળખ એનઆરઆઈ તરીકે થઈ છે.

નેપાળ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અચાનક પાણી વધવાથી રાસુવા જિલ્લાના તિમુરે અને નજીકના સ્યાફ્રુબેસી વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું છે, જેમાં વાહનો, માલસામાન અને અન્ય સંપત્તિ તણાઈ ગઈ છે. રાસુવા જિલ્લો કાઠમંડુના ઉત્તરપૂર્વમાં સ્થિત છે અને તિબેટની સરહદથી લગભગ ૧૨૫ કિલોમીટર દૂર છે.

Nepal Floods Impact Bihar | Gandak River Alert Issued in Bagaha

નેપાળની રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળ (NDRRMA) એ રાસુવા, નુવાકોટ, ધાડિંગ, ચિતવાન અને ગોરખામાં નદી કિનારે રહેતા લોકોને અત્યંત સતર્ક રહેવા અને આગામી સૂચના સુધી સલામતીના પગલાં લેવા અપીલ કરી છે.

The flash flood also hit Gyirong Port on the Tibet-China border, sweeping away dozens of people.The dam of the 216 MW Upper Trishuli-1 Hydroelectric Project near the Nepal-Tibet border broke due to strong flow of water.

The water that entered Trishuli market with a strong current swept away everything with it.Goods carrying vehicles, transport businessmen and employees have been affected in Timure of Rasuwa in Nepal.

Floodwater from Rasuwa has reached Narayanghat in Chitwan, where water has reached the statue of Lord Buddha.A man in Nepal was stranded in the middle of a flooded river. He grabbed a tree to save his life.

People searching for their belongings in the flood debris.The floods swept away many buildings in the Nepalese town of Rasuwa, destroying a large part of the city.

Bridges, roads, markets were all damaged in Rasuwa district.Nuwakot district in Nepal after the floods. The swollen Bhotekoshi River swept away several houses.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *