ખાનગી ટ્રાવેલ્સ મારફતે ડ્રગ્સની હેરાફેરી? નરોડા પોલીસે કર્યો મોટો પર્દાફાશ

અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસે ડ્રગ્સ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી કરોડો રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું છે. નરોડા પોલીસ સ્ટેશનની ટીમને ખાનગી ટ્રાવેલ્સ મારફતે ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની ચોક્કસ માહિતી મળતા વોચ ગોઠવવામાં આવી હતી.

તારીખ 09,10/05/2025 ની રાત્રે એક વાગ્યાથી સવાર સુધી માં અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક દ્વારા શહેરમાં સરપ્રાઈઝ નાઇટ રાઉન્ડ. શહેરના ...

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોલીસે નરોડા GIDC નજીક શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક ઈસમને અટકાવી તેની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી અંદાજે 234 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા આ કોકેઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹1.17 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીની ઓળખ હરેશ સૈન તરીકે થઈ છે. તે મૂળ રાજસ્થાનનો વતની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી કોકેઈનનો સમગ્ર જથ્થો જપ્ત કરી તેની સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કમિશનના આધારે કામ કરતો

પ્રાથમિક તપાસમાં હરેશ સૈન ડ્રગ્સ નેટવર્કમાં કમિશનના આધારે કામ કરતો ‘કેરિયર’ હોવાનું પોલીસ માની રહી છે. આરોપી આટલો મોટો જથ્થો રાજસ્થાન અથવા અન્ય કયા સ્થળેથી અમદાવાદ લાવ્યો હતો અને તેને શહેરમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ હવે આ કેસના તાર આંતરરાજ્ય ડ્રગ્સ કાર્ટેલ સાથે જોડાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે. ડ્રગ્સનો જથ્થો ખાનગી ટ્રાવેલ્સ મારફતે અમદાવાદ સુધી કેવી રીતે પહોંચ્યો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે, તે અંગે આરોપીની પૂછપરછ ચાલુ છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Rakshabandhan 2026: Auspicious Timing, Puja Vidhi & Rituals Guide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *