ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો માં પરિણમી છે. સોનલ દિનુષાની લડાયક અણનમ સદીની મદદથી શ્રીલંકા ટેસ્ટના પાંચમાં દિવસે મેચ ડ્રો કરાવવા સફળ રહ્યું છે. આ મેચ ડ્રો થતા ભારતે બે ટેસ્ટની શ્રેણી ૧-૦ થી જીતી લીધી.

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો માં પરિણમી છે. સોનલ દિનુષાની લડાયક અણનમ સદીની મદદથી શ્રીલંકા ટેસ્ટના પાંચમાં દિવસે મેચ ડ્રો કરાવવા સફળ રહ્યું છે. આ મેચ ડ્રો થતા ભારતે બે ટેસ્ટની શ્રેણી ૧-૦ થી જીતી લીધી છે. ભારતે ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ 165 રનથી જીતી હતી. બે ટેસ્ટમાં ૩૨૮ રન બનાવનાર દેવદત્ત પડીક્કલને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. જ્યારે બીજી ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારનાર સોનલ દિનુષાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

સોનલ દિનુષાની લડાયક બેટિંગથી ટેસ્ટ ડ્રો

ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટમાં પણ વિજય મેળવવાની નજીક હતી પણ સોનલ દિનુષાની લડાયક બેટિંગથી ડ્રો થી સંતોષ માનવો પડ્યો હતો. સોનલે ૨૬૪ બોલમાં ૮ ફોર અને ૨ સિક્સર સાથે અણનમ ૧૩૩ રન બનાવ્યા હતા. કોલંબોના SSC ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ ઇનિંગમાં ૯ વિકેટે ૫૦૩ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં શ્રીલંકા ૨૯૦ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ભારતે ફોલો-ઓન આપ્યું હતું. ભારતે પ્રથમ ઇનિંગમાં ૨૧૩ રનની મજબૂત લીડ મેળવી હતી. બીજા દાવમાં શ્રીલંકાએ ૧૫૪ ઓવરમાં ૯ વિકેટે ૪૨૯ રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયા શ્રીલંકાની ધરતી પર દબદબો યથાવત્
ટીમ ઈન્ડિયા શ્રીલંકાની ધરતી પર દબદબો યથાવત્ રહ્યો છે. ભારતીય ટીમ ૨૦૧૦ થી અહીં ટેસ્ટ શ્રેણીમાં અજેય ચાલી રહી છે. ૨૦૧૦ માં જ્યારે ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે આવી હતી ત્યારે શ્રેણી ૧-૧ થી બરાબર કરી હતી. ત્યારબાદ ૨૦૧૫ માં ભારતીય ટીમે શ્રેણી ૨-૧ થી જીતી હતી. ૨૦૧૭ માં ભારતીય ટીમે ૩-૦ થી શ્રેણી જીતી હતી અને હવે ૨૦૨૬ માં ભારતે ૧-૦થી શ્રેણી જીતી છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
