રામ મંદિર ટ્રસ્ટને નવા સીઈઓ મળ્યા

નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર

Ram Temple Trust Appoints Former Air Marshal Jeetendra Mishra As CEO

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ માટે નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ)ની જાહેરાત કરી દેવાઈ છે. નવા સીઈઓ તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર અંતિમ મહોર લાગી ગઈ છે અને તેઓ ટૂંક સમયમાં મંદિર વહીવટની મુખ્ય જવાબદારીઓ સંભાળશે.

Ayodhya Ram Mandir CEO Interview: Candidates Asked About Shikha and Janeu

અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સીઈઓ ની સત્તાવાર જાહેરાત પહેલાં ટ્રસ્ટમાં ૩ નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ નવા સભ્યોમાં અયોધ્યાથી મદન મોહન પાંડે , દિલ્હીથી મહેશ ભાગચંદકા  અને શિકોહાબાદથી નિર્મલા યાદવ નો સમાવેશ થાય છે.

Uttar Pradesh ayodhya Ram mandir chadhawa chori 8 accused remand champat  rai anil mishra update Video

ચંપત રાય અને અનિલ મિશ્રા ના રાજીનામા તેમજ વિમલેન્દ્ર મોહન ના નિધન બાદ ટ્રસ્ટમાં ૩ પદો ખાલી પડ્યા હતા. નવા બનેલા ટ્રસ્ટીઓ પૈકી મહેશ ભાગચંદકા અશોક સિંઘલ ના સંબંધી છે, જ્યારે મદન મોહન પાંડે હાઈકોર્ટમાં મંદિર પક્ષ તરફથી વકીલ રહી ચૂક્યા છે. આ ત્રણેય નવા સભ્યો ટ્રસ્ટની બેઠકમાં ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

Ram Mandir Trust Treasurer Govind Dev Giri has reached Ayodhya. He offered prayers to Ram Lalla.

બુધવારે મંદિરના પ્રથમ સીઈઓ ના નામની જાહેરાતને લઈને ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠક દરમિયાન નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા ની પસંદગી કરવામાં આવી છે.

राम मंदिर के CEO का हो गया ऐलान.. #RamMandir #Ayodhya

સીઈઓ પદ માટે દેશભરમાંથી કુલ ૫,૫૮૫ અરજીઓ આવી હતી. નિવૃત્ત જસ્ટિસ પ્રમોદ કોહલી ના વડપણ હેઠળની સ્ક્રીનિંગ કમિટીએ ૧૬ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા અને અંતિમ 3 નામોની યાદી બંધ કવરમાં ટ્રસ્ટના અધ્યક્ષને સોંપી હતી.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *