અમદાવાદ: ચાંદખેડાના મોલમાંથી સિંગર કિંજલ રબારીનું અપહરણ!

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી (સીબીડી) મોલ નજીક જાણીતી ગાયિકા કિંજલ રબારીનું કાળા રંગની કારમાં કથિત અપહરણ થયું હોવાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, સીસીટીવી (સીસીટીવી) ફૂટેજની પ્રાથમિક તપાસમાં કિંજલ કોઈપણ બળજબરી વિના સ્વેચ્છાએ કારમાં બેસતી દેખાતાં આ સમગ્ર ઘટના પૂર્વઆયોજિત હોવાની આશંકા ચાંદખેડા પોલીસે વ્યક્ત કરી છે.

Singer Kinjal Rabari: સિંગર કિંજલ રબારીનું મન બદલાયું? અઠવાડિયા પહેલા કહેલી  મહત્વની વાત ગાયબ! - gujarati singer kinjal rabhari remove love marriage  controversy clarification video | - News18 ...

Kinjal Rabari Controversy; Love Marriage Sparks Fear, Seeks Police  Protection

મળતી માહિતી અનુસાર, કિંજલ રબારીએ થોડા દિવસો પહેલા લગ્ન કર્યા હતા, જેના કારણે બંને પરિવારો વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો. કિંજલના પતિએ આક્ષેપ કર્યો છે કે કેટલાક શખસોએ તેને પાછળથી પકડી રાખીને કિંજલનું અપહરણ કર્યું હતું. જોકે, પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે મહેસાણા તરફના શંકાસ્પદ શખસોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

Yesterday she posted a video raising questions about discrimination between sons and daughters

આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, ‘મને કિંજલ રબારીના અપહરણ અંગેનો મેસેજ મળતાં જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. દંપતી મૂળ રાધનપુર બાજુનું રહેવાસી છે અને સીબીડી મોલમાં ફિલ્મ જોવા આવ્યું હતું. મોલમાંથી નીચે ઉતર્યા ત્યારે એક કાળી કાર આવી હતી જેમાં કિંજલ જતી રહી હતી.’

પોલીસ તપાસ શરૂ.jpg

પીઆઈએ વધુમાં ઉમેર્યું કે, ‘પતિનો દાવો છે કે તેને પાછળથી પકડી રાખવામાં આવ્યો હતો અને કિંજલને લઈ ગયા હતા, પરંતુ સીસીટીવી ફૂટેજમાં કોઈ બળજબરી થતી હોય તેવું દેખાતું નથી. કિંજલ પોતાની મેળે જ ગાડીમાં બેસી જતી હોવાનું જણાય છે, જેથી આ સમગ્ર બાબત પૂર્વઆયોજિત હોવાની પૂરી શક્યતા છે. કાર લઈને આવેલા શખસો મૂળ મહેસાણા તરફના છે અને તેમની ઓળખ છતી કરવાની પ્રક્રિયા ચાલુ છે. સીસીટીવી તપાસ અને ફરિયાદ નોંધવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.’

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *