મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ

બધા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બંડા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. કલેક્ટરે પણ હોસ્પિટલ પહોંચીને માહિતી લીધી. - Divya Bhaskar

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી દારુ પીવાથી ૯ લોકોના મોત થયા છે અને ઘણા લોકોની હાલત ગંભીર છે. નોંધનિય છે કે, ઓગસ્ટમાં ગુજરાતના ભાવનગર જિલ્લામાં નકલી દારુ પીવાથી ૧૩ લોકોના મોત થયા હતા.

લગભગ 35 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે.

દારૂ પીનારા લોકોને તપાસ માટે હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે.

મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બંડા તાલુકાના ચાર ગામોમાં શનિવાર રવિવારની મધ્યરાત્રિએ કથિત નકલી દારૂ પીવાથી ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. સાગરના ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર (CMHO) દેવેશ પટેરિયાએ બંડામાં પત્રકારોને જણાવ્યું હતું કે નકલી દારૂ પીવાથી ૯ થી ૧૦ લોકોના મોત થયા છે. પાંચ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સાગર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

ભાવનગરમાં લઠ્ઠાકાંડ: ડુપ્લિકેટ 'રોયલ સ્ટેગ' પીવાથી ત્રણના મોત, SMCને તપાસ  સોંપાઈ; 4 બુટલેગર ઝડપાયા | Bhavnagar Lattha Kand: 3 dead from toxic liquor  Royal Stag, 4 bootleggers ...

ઓગસ્ટમાં ગુજરાતના ભાવનગર જિલ્લામાં નકલી દારુ પીવાથી ૧૩ લોકોના મોત થયા હતા. ગુજરાતમાં લઠ્ઠાકાંડના થોડાક દિવસો બાદ પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ લઠ્ઠાકાંડની ઘટના બની છે.

ઓઢવમાં લઠ્ઠાકાંડ મામલે આજે આવી શકે છે ચુકાદો | Ahemdabad Odhav hooch case  come judgment today

સાગરના જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રતિભા પાલે પત્રકારોને જણાવ્યું હતું કે, તે જરૂરી નથી કે ઝેરી દારૂ પીવાના કારણે મોત થયા હોય. “કેટલાક લોકો બીમાર પડ્યા છે અને કેટલાકનું મૃત્યુ થયું છે. સિવિલ હોસ્પિટલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. નૌરાજ અને ઘૂધર સહિતના ઓળખાયેલા વિસ્તારોમાં ડોકટરો અને અધિકારીઓની નિરીક્ષણ ટીમો તૈનાત કરવામાં આવી છે. ”

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *