દિલ્હીમાં મકાન ધરાશાયી

દિલ્હીમાં બિલ્ડિંગ તૂટી પડતાં પીજી માં રહેતા અનેક વિદ્યાર્થીઓ કાટમાળમાં ફસાયા

Delhi Building Collapse | Rescue Operations Underway in Satya Niketan

દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કાટમાળ નીચે દબાચેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

Locals rushed to the scene after the building collapsed, some using hammers to remove the debris. - Bhaskar English

 દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો બિલ્ડિંગના કાટમાળમાં દબાયેલા છે. અકસ્માત બાદ વિસ્તારમાં અરાજકતા મચી ગઈ હતી.

Some vehicles are also buried under the debris. Rescue teams are arriving at the scene after moving the vehicles aside. - Bhaskar English

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે હાજર છે.

The street where the accident occurred is very narrow, with many tall buildings nearby. - Bhaskar English

વહીવટીતંત્રે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બપોરે ૦૧.૩૦ વાગ્યાની આસપાસ બની હતી.

The entire part of the building has been reduced to rubble. - Bhaskar English

આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. તે ત્રણ માળની ઇમારત હતી અને તેમાં પીજી ચલાવવામાં આવતું હતું.

Due to the collapse of the building, the vehicles parked below were also hit by the debris. - Bhaskar English

બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા કાટમાળનો ઢગલો બની ગઇ હતી. રાહત અને બચાવ ટીમો દ્વારા કાટમાળ સાવધાનીપૂર્વક હટાવી નીચે દટાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓનું ફોક્સ કાટમાળ નીચે દટાયેલા લોકોને જલ્દી થી જલદી શોધવા અને તેમને સુરક્ષિત બહાર કાઢવાનો છે.

Delhi Building Collapse | Rescue Operations Underway in Satya Niketan

ચાલુ વર્ષે મે મહિનામાં દક્ષિણ દિલ્હીમાં સાકેત મેટ્રો સ્ટેશન પાસે ચાર માળની કોમર્શિયલ બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં ૬ લોકોના મોત થયા હતા.

Image

રેખા ગુપ્તા
@gupta_rekha

આરકે પુરમના સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાની ઘટનાથી ખૂબ જ ચિંતિત છું. ડીડીએમએ, એનડીઆરએફ, દિલ્હી ફાયર સર્વિસીસ, દિલ્હી પોલીસ, એમસીડી, સીએટીએસ અને સિવિલ ડિફેન્સની ટીમો યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી રહી છે. સાવચેતીના પગલા તરીકે બાજુની ઇમારત ખાલી કરાવી દેવામાં આવી છે. ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવવા અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે, અને બધી સંબંધિત એજન્સીઓ સંકલનમાં કામ કરી રહી છે. દરેક નાગરિકની સલામતી અને સુખાકારી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *