ઓનલાઈન કંપનીઓની મનમાની સામે ૨.૭૦ લાખથી વધુ ચાલકો હડતાળ પર, મુસાફરોની વધશે મુશ્કેલી


અમદાવાદ શહેરમાં આજથી એટલે કે ૦૭ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર સુધી રિક્ષા અને ટેક્સીચાલકોએ વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે. ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓની મનમાની અને નીચા ભાડા સામે રિક્ષા-ટેક્સી એસોસિએશને ૪ દિવસના બંધનું એલાન આપ્યું છે, જેના કારણે શહેરમાં વાહનવ્યવહાર પર મોટી અસર પડવાની શક્યતા છે.
હડતાળ પાછળના મુખ્ય કારણો અને ફરિયાદો
- મુસાફરો અને ચાલકોનું શોષણ: ઓનલાઈન કંપનીઓ ચાલકોને ઓછું ભાડું આપી રહી છે અને મનફાવે તેવા ચાર્જ વસૂલી રહી હોવાનો આક્ષેપ છે.
- લઘુત્તમ ભાડાની માંગ: અન્ય રાજ્યોની તર્જ પર ટેક્સીઓ માટે પણ યોગ્ય લઘુત્તમ ભાડું (મિનિમમ ભાડું) નક્કી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
- નોન-ટ્રાન્સપોર્ટ ટુ-વ્હીલર પર રોક: કોમર્શિયલ ઉપયોગમાં લેવાતા નોન-ટ્રાન્સપોર્ટ ટુ-વ્હીલર (બાઈક ટેક્સી) સજ્જડ બંધ કરવામાં આવે તેવો વિરોધ છે.
![]()
શહેરના ૨.૭૦ લાખથી વધુ ચાલકો જોડાશે બંધના એલાનમાં
આ બંધના એલાનમાં અમદાવાદ શહેરની આશરે 2 લાખ રિક્ષાઓ અને ૭૦ હજારથી વધુ ટેક્સીચાલકો જોડાયા છે. આગામી ૪ દિવસ સુધી રિક્ષા અને ટેક્સી સેવાઓ ઠપ્પ રહેતાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેન્ડે ઉતરતા મુસાફરો તથા દૈનિક અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. ચાલકોનું કહેવું છે કે જો તેમની વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
