અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત

કાર અને ટ્રાવેલ્સ બસ અથડાતા એકનું મોત, ૭ ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કટારિયા નજીક કાર અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અકસ્માતમાં ૭ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

કાર અને ખાનગી ટ્રાવેલ્સ બસ

મળતી માહિતી મુજબ, કટારિયા નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર કાર અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ૭ લોકોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી છે.

અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી

અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.અકસ્માતના પગલે અમદાવાદ-રાજકોટ હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાહનોની અવરજવર પર પણ અસર જોવા મળી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં લેવા તેમજ વાહનવ્યવહાર સુચારુ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *