મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ પહેલા બે શંકાસ્પદની અટકાયત

પીએમઓ નું નકલી આઈડી ધરાવતો યુવક ગનમેન સાથે ઝડપાયો

Latest Chikhli News (ચીખલી સમાચાર): વાંચો 8 સપ્ટેમ્બર ના તાજા સમાચાર દિવ્ય  ભાસ્કર પર

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. એક શંકાસ્પદ વ્યક્તિએ પોતાને વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)નો અધિકારી ગણાવ્યો હતો.

તપાસ દરમિયાન તેની પાસેથી પીએમઓ કાર્યાલયનું નકલી ઓળખપત્ર પણ મળી આવ્યું હતું. જ્યારે સુરક્ષા તપાસ કરવામાં આવી ત્યારે ઓળખપત્ર નકલી હોવાનું માલૂમ પડ્યું હતું. માહિતી અનુસાર, બીજા શંકાસ્પદ વ્યક્તિ પાસે બંદૂક પણ હતી.

આ મામલે ક્રાઇમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે. આ લોકો નકલી ઓળખપત્ર અને હથિયાર સાથે કેમ આવ્યા હતા તે હેતુ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં બંનેને મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મુંબઈ પોલીસે જણાવ્યું કે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર(એનએમએસીસી) માંથી બે લોકોની અટકાયત કરવામાં આવી છે. અહીં વડાપ્રધાન મોદીનો એક કાર્યક્રમ પણ પ્રસ્તાવિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયત કરવામાં આવેલા વ્યક્તિની ઓળખ 24 વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. તેણે પોતાને વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)નો અધિકારી ગણાવ્યો હતો. તેની સાથે એક બોડીગાર્ડ પણ હતો, જેની પાસે બંદૂક હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિ ગઈકાલે નકલી ઓળખપત્ર લઈને વેન્યુની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, આ દરમિયાન મુંબઈ પોલીસે ચેકિંગ કર્યું હતું અને તપાસમાં તેનું ઓળખપત્ર નકલી મળ્યું હતું. બીકેસી પોલીસ સ્ટેશનમાં બંને શંકાસ્પદો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)ના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૬ નો પ્રારંભ કરાવવાના છે. તેઓ અહીં કાર્યક્રમને પણ સંબોધિત કરશે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *