લખનઉ એરપોર્ટ પર પ્રથમ પ્રયાસમાં લેન્ડ ન થઈ શક્યું એર ઈન્ડિયાનું વિમાન

Air India AI171: The unanswered questions around the crash investigation

લખનઉના ચૌધરી ચરણ સિંહ (અમોસી) એરપોર્ટ પર દિલ્હીથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-૧૭૧૭ ને લેન્ડિંગથી પ્રિ-એપ્રોચ સમયે અચાનક ‘ગો-અરાઉન્ડ’ (ગો-અરાઉન્ડ) કરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ આ જ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા.

પ્રથમ વખત લેન્ડિંગ દરમિયાન વિમાનનો એરપોર્ટ પર આવવાનો એપ્રોચ ‘અનસ્ટેબલ’ (અસ્થિર) જણાતા પાયલોટે સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેન્ડિંગ પ્રક્રિયા તરત જ રોકી દીધી હતી. ત્યારબાદ પાયલોટે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ જઈને બીજા પ્રયાસમાં સેફ એપ્રોચ સાથે લખનૌ એરપોર્ટ પર રનવે પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું.

એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ એક સામાન્ય સુરક્ષા પ્રક્રિયા છે, જે કોઈપણ જોખમ ટાળવા માટે હાથ ધરવામાં આવે છે. વિમાનના સફળ અને સુરક્ષિત ઉતરાણ બાદ જહાજમાં સવાર રાહુલ ગાંધી અને તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *