બ્રિક્સ સમિટ ૨૦૨૬: ભારત મંડપમ પહોંચ્યા પુતિન

BRICS Summit in Delhi: Modi-Putin Talks Highlight India-Russia Trade,  Energy and Strategic Ties

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આવી પહોંચ્યા છે. થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે. વૈશ્વિક રાજદ્વારી દ્રષ્ટિએ આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે બંને દેશો વચ્ચે આર્થિક, ઔદ્યોગિક અને સૈન્ય વ્યૂહરચના ઉપરાંત ઊર્જા અને વેપાર ક્ષેત્રે મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા છે.

Putin Modi | PM Narendra Modi Vladimir Putin Meeting Update; BRICS Summit  2026 - India Russia Deals

મોદી-પુતિન બેઠકમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૧૦૦ અબજ ડૉલર સુધી પહોંચાડવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક મુખ્ય એજન્ડા રહેશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે વિવિધ ૬ મહત્વના ક્ષેત્રોમાં વ્યાપકભાગીદારી માટે વિગતવાર ચર્ચા થશે.

PM मोदी ने राष्ट्रपति पुतिन को तमिल ग्रंथ तिरुक्कुरल का रूसी ट्रांसलेशन गिफ्ट गिया है। - Dainik Bhaskar

$ ૧૦૦ બિલિયનનો મહત્વાકાંક્ષી વેપાર ટાર્ગેટ: ભારત અને રશિયા વચ્ચે વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર ૧૦૦ અબજ અમેરિકન ડૉલર સુધી લઈ જવાનો રોડમેપ તૈયાર કરાશે.

प्रधानमंत्री नरेंद्र मोदी ने राष्ट्रपति व्लादिमीर पुतिन का गले लगाकर स्वागत किया।

  • ભારતમાં INNOPROM અને ઔદ્યોગિક સહયોગ.
  • રશિયા સાથે ઔદ્યોગિક સહયોગ વધારવો.
  • રેલવે સેક્ટર અને ટનલિંગ ટેકનોલોજીમાં સંયુક્ત ભાગીદારી.
  • સ્ટીલ વેલ્યુ ચેઇનનો વિકાસ.
  • બિઝનેસ-ટુ-બિઝનેસ તકો વધારવી અને ભારતીય ઉત્પાદનો માટે રશિયન માર્કેટની પહોંચ વધુ સુલભ બનાવવી.

द्विपक्षीय मीटिंग के बाद प्रधानमंत्री मोदी और रूसी राष्ट्रपति पुतिन प्रदर्शनी में शामिल हुए। यह प्रदर्शनी भारत मंडपम में पहली बार आयोजित की जा रही है।

સિવિલ ન્યુક્લિયર સહયોગ મજબૂત કરવો:
પરમાણુ ઊર્જા ક્ષેત્રે સહકાર વધારવો, જેમાં ફ્યુઅલ સાયકલ અને લાઇફ સાયકલ સપોર્ટનો સમાવેશ થાય છે.

સ્કિલ્ડ લેબર:
રશિયામાં ભારતીય કુશળ કામદારો ની સંખ્યા અને અવરજવર વધારવા માટે વિશેષ સહયોગ.

ક્રિટિકલ મિનરલ્સ:
ભવિષ્યની ટેકનોલોજી, બેટરી અને સેમિકન્ડક્ટર્સ માટે જરૂરી મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં સંયુક્ત ભાગીદારી.

ખાતર ક્ષેત્રમાં સહકાર:
વ્યૂહાત્મક સંયુક્ત સાહસો દ્વારા ખાતરનો પૂરવઠો જાળવી રાખવો અને તેમાં સતત વધારો કરવો.

प्रधानमंत्री मोदी रूसी डेलिगेशन से हाथ मिलाते हुए।

આ બેઠક બાદ બંને દેશો વચ્ચે સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે, જે ભારત-રશિયાના પરંપરાગત સંબંધોને બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં નવી ગતિ આપશે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *