ડિજિટલ ઈન્ડિયા ને મોટો ઝટકો?

૧ ઓક્ટોબરથી યુપીઆઈ પેમેન્ટ બંધ કરવાની નાના વેપારીઓની ચીમકી

Free UPI At Risk? Government's New Rs 2,000 Rule Explained

ડિજિટલ ઈન્ડિયાના આ યુગમાં હવે તમારા ખિસ્સામાં રોકડા રાખવાનો વારો આવી શકે છે. ખાસ કરીને ગામડાઓમાં પાનના ગલ્લા અને નાની દુકાનો ચલાવતા વેપારીઓ હવે ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરવાનો મોટો નિર્ણય લઈ રહ્યા છે. સોશિયલ મીડિયાના વેપારી ગ્રુપોમાં એક સંદેશ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે ગ્રાહકોની ચિંતા વધારી દીધી છે.

૧ ઓક્ટોબરથી ઓનલાઇન વ્યવહાર બંધ કરવાની ચીમકી

ગામડાના વેપારીઓ ગ્રુપોમાં મેસેજ કરીને ગ્રાહકોને સ્પષ્ટ જાણ કરી રહ્યા છે કે, “જે પણ ગ્રાહક મિત્રોને પૈસા ટ્રાન્સફર કરવા હોય એ ૦૧/૧૦/૨૦૨૬ સુધી કરી શકો છો, પછી ફોન પે ની સિસ્ટમ બંધ કરવામાં આવશે અને માત્ર રોકડાથી જ વ્યવહાર કરવામાં આવશે.”

આ વાયરલ મેસેજ બાદ હવે લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું એક નાની વસ્તુ ખરીદવા માટે પણ ફરી ખિસ્સામાં રોકડ રકમ લઈને જ ફરવું પડશે?

UPI clocks 22.72 Bn transactions worth Rs 28.92 lakh Cr in June

કેમ લેવાયો આ અચાનક નિર્ણય?

આ અચાનક બદલાવ પાછળ કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨,૦૦૦ થી વધુના યુપીઆઈ વ્યવહારો પર ૦.૪ % નો ચાર્જ લગાવવાની તાજેતરમાં કરાયેલી જાહેરાત જવાબદાર માનવામાં આવી રહી છે. આ વધારાના ચાર્જના બોજથી બચવા માટે નાના વેપારીઓ હવે ઓનલાઈનથી દૂર થઈને ઓફલાઈન એટલે કે રોકડ વ્યવહાર તરફ વળી રહ્યા છે.

ડિજિટલ પેમેન્ટ કરનારાઓ માટે રાહત: 2,000 સુધીના UPI અને RuPay ડેબિટ કાર્ડ  પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે, સરકારનો કડક આદેશ | Moneycontrol Gujarati

હવે મોટો સવાલ એ ઉભો થાય છે કે શું ખરેખર રોકડનો જમાનો પાછો આવશે? કે પછી આ અંગે સરકાર કોઈ નવી સ્પષ્ટતા કરશે અથવા વેપારીઓ સામે કોઈ કાર્યવાહી કરશે? તે તો આવનારો સમય જ બતાવશે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *