વિરાટ કોહલી: ‘૨૦૨૭ નો વનડે વર્લ્ડ કપ મારો છેલ્લો હશે’

વિરાટ કોહલીના ચાહકો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. કોહલીએ પોતે જ જાહેરાત કરી દીધી છે કે ૨૦૨૭ વનડે વર્લ્ડ કપ તેમની છેલ્લી વિશ્વ કપ ટૂર્નામેન્ટ હશે. વિરાટ ૨૦૧૧ વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યા હતા, તેમનું કહેવું છે કે ૨૦૨૭ માં પોતાના છેલ્લા વર્લ્ડ કપમાં તેઓ લોહી-પરસેવો એક કરી દેશે. આગામી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની યજમાનીમાં રમાશે. મોટાભાગના મુકાબલા દક્ષિણ આફ્રિકામાં રમાશે, જ્યાં વિરાટની વનડે માં સરેરાશ ૭૬.૩૮ ની છે.

૨૦૨૭ વનડે વર્લ્ડ કપનું આયોજન ૪ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર સુધી કરવામાં આવશે. આ વખતે વર્લ્ડ કપના ફોર્મેટમાં પણ બદલાવ આવ્યો છે, કારણ કે આ વખતે ૧૪ ટીમો ટ્રોફી માટે દાવેદારી રજૂ કરશે. પહેલા રેન્કિંગમાં સૌથી નીચેની ત્રણ ટીમો વચ્ચે સુપર-૩ સીરિઝ રમાશે, પછી ૧૨ ટીમો વચ્ચે સુપર-૭ સ્ટેજ માટે ટક્કર થશે.




