પાલતૂ પ્રાણીને રસ્તા પર છોડી દેશો તો થશે ૨૫,૦૦૦ નો દંડ

કુતરા, બિલાડી જેવા પ્રાણીઓને થોડા સમય માટે સાથે રાખી પછી રસ્તા પર છોડીને જતા પહેલા લોકો માટે આ રાજ્યમાં નિયમ કડક કરવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર અહીં કોઈપણ માલિક પોતાના પાલતૂ પ્રાણીને રસ્તા પર મુકી દેશે તો તેને ૨૫,૦૦૦ નો દંડ ફટકારવામાં આવશે.

પાલતૂ પ્રાણીને રસ્તા પર છોડી દેશો તો થશે 25,000 નો દંડ, માઈક્રોચિપથી માલિકની થશે ઓળખ

એવા ઘણા કિસ્સા બનતા હોય છે જેમાં લોકો પોતાના પાલતુ પ્રાણીને અમુક સમય પછી રસ્તા પર છોડી અને જતા રહે છે. આ પ્રકારની ઘટનાઓ અટકે અને લોકો પોતાના પાલતુ કુતરા અને બિલાડીને રસ્તા પર ન છોડી દે તે માટે ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન એ નવો નિયમ લાગુ કર્યો છે. અને અંતર્ગત રસ્તા પર પાલતુ પ્રાણીઓને છોડી દેવા પર માલિકને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. પાલતુ પ્રાણી રસ્તા પર મળશે તો તેના માલિકની ઓળખ માઇક્રોચીપ વડે કરવામાં આવશે. 

Anyone Who Abandons a Dog Should Face a $25,000 Fine

ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન એ આ નિયમ એવા સમયે લીધો છે જ્યારે નગર નિગમને એવી ફરિયાદો વધારે પ્રમાણમાં મળવા લાગી છે જેમાં લોકો પોતાના પાલતુ પ્રાણીને થોડા સમય પછી રસ્તા પર મૂકીને જતા રહે છે. ઘણા લોકો એવું કરતા હોય છે કે ઘરમાં પેટ ડોગ કે કેટ લાવે થોડો સમય રાખે અને પછી જ્યારે તેને સાચવી શકાય તેવી સ્થિતિ ન હોય એટલે તેને રસ્તા પર છોડીને જતા રહે. આવી ઘટનાઓ અટકે તે માટે દંડની જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે. 

Pet Abandonment - FOUR PAWS International - Animal Welfare Organisation

રસ્તા પર છોડાયેલું ડોગ કે કેટ કે અન્ય કોઈપણ પ્રાણીના માલિક કોણ છે તે જાણવા માટે કોર્પોરેશન દરેક લાયસન્સ વાળા પ્રાણીને તેના માલિક સાથે જોડવા માટે માઈક્રોચિપ નો ઉપયોગ કરે છે. માઈક્રોચિપ માં માલિકનું નામ, એડ્રેસ અને પ્રાણીને આપેલી એન્ટી રેબીઝ વેક્સિનની જાણકારી હશે. માઈક્રો ચીપિંગ પછી જો કોઈ પાલતુ પ્રાણી રસ્તા પર લાવારીસ અવસ્થામાં મળશે તો માઈક્રોચીપ વડે તેના માલિકને ઓળખ મેળવવામાં આવશે અને પ્રાણીને તરછોડનારને દંડ ફટકારવામાં આવશે. 

Chennai Corporation mandates pet microchipping - The Hindu

ચેન્નઈ કોર્પોરેશનના માઇક્રોચિપના નિયમથી એ જાણવું પણ સરળ થઈ જશે કે પાલતુ પ્રાણીઓને દર વર્ષે એન્ટિ રેબીઝ વેક્સિન લાગી રહી છે કે નહીં. શહેરમાં રહેતા અને પાલતુ પ્રાણી રાખતા દરેક વ્યક્તિએ તેના પ્રાણી માટે લાયસન્સ લેવું ફરજિયાત છે. લાઇસન્સ વાળા પ્રાણીઓ માટે માઇક્રોચિપ નો ઉપયોગ કરવામાં આવશે. નવા નિયમ પછી પાલતુ પ્રાણીઓ માટે માઇક્રોચીપ પણ અનિવાર્ય થઈ જશે. 

GCC extends deadline for microchipping, but ordeals continue

ચેન્નઈ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન પેટ લાઇસન્સિંગ સિસ્ટમ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે જુલાઈ મહિના સુધીમાં કુલ ૭૮,૨૩૨ પ્રાણીઓનું લાઇસન્સ ઈસ્યૂ કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન એવી ફરિયાદો પણ વધી છે જેમાં લોકો પોતાના પાલતુ પ્રાણીને તો છોડી દેતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને અને પાલતુ પ્રાણીઓને છોડી ન દેવામાં આવે તે માટે કોર્પોરેશનને ૨૫,૦૦૦ ના દંડનો નિયમ બનાવ્યો છે.

Chennai corpn extends pet licence regn, renewal deadline till June 15 |  Chennai News - The Times of India

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *