ટ્રમ્પ-જિનપિંગની મુલાકાત બાદ યુએસ-ચીને કર્યો મોટો ખેલ!

અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વેપાર તણાવમાં અત્યારે થોડી નરમાઈ જોવા મળી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે વોશિંગ્ટનમાં થયેલી બેઠક બાદ બંને દેશોએ અંદાજે ૬૦ અબજ ડોલરના બિન-સંવેદનશીલ માલ પર ટેરિફ ઘટાડવા સંમતિ દર્શાવી છે. બંને દેશ આશરે ૩૦-૩૦ અબજ ડોલરના આયાતી માલમાં રાહત આપશે.

US China Trade Deal; India Vs Donald Trump Xi Jinping Meeting Explained

અમેરિકા તરફથી ચીનના ૭૭ પ્રકારના માલને નીચા ટેરિફ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાં રમકડાં, નાના ઘરેલુ ઉપકરણો, વાસણો, શણગારની ચીજો અને બાળકો માટેની કેટલીક ચીજોનો સમાવેશ થાય છે. બીજી તરફ, ચીન અમેરિકાથી આવતાં કૃષિ ઉત્પાદનો, માંસ, દૂધની બનાવટો, દરિયાઈ ઉત્પાદનો, સૌંદર્યપ્રસાધનો અને તબીબી ઉપકરણો સહિત ૧૬૧૯ પ્રકારના માલને રાહત આપશે. ચીન અમેરિકાથી ૨૦૨૭ અને ૨૦૨૮ દરમિયાન દર વર્ષે ઓછામાં ઓછા ૧ કરોડ મેટ્રિક ટન કોલસો ખરીદવા પણ સંમત થયું છે. જોકે સોયાબીનને નવી ટેરિફ રાહતની યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી.

Trump reveals talks with Xi on tariffs, expects deal soon Despite Beijing  denying ongoing Talks and insisting US must lift tariffs before negotiations  can resume

ટ્રેડ ટ્રુસ ૧૦ જાન્યુઆરી સુધી લંબાવાયો

બંને દેશોએ હાલના ટ્રેડ ટ્રુસને ૧૦ જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન વેપાર સંબંધિત મુદ્દાઓ પર વધુ વાટાઘાટો ચાલુ રહેશે. આ ઉપરાંત એઆઈ સંબંધિત કટોકટી માટે સંચાર વ્યવસ્થા, નાણાકીય સેવાઓમાં વધુ પ્રવેશ અને બંને દેશો વચ્ચેની સીધી ફ્લાઇટ વધારવા અંગે પણ સંમતિ થઈ છે. જોકે આ સંપૂર્ણ વેપાર સમજૂતી નથી. ચિપ્સ, ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોને આ રાહતમાંથી બહાર રાખવામાં આવ્યા છે. તેથી અમેરિકા-ચીન વચ્ચેનો મૂળભૂત આર્થિક અને તકનીકી સ્પર્ધાનો તણાવ યથાવત્ છે.

India-US Trade Deal isn't just an FTA, it adds muscle to India's China  fight - India Today

ભારત માટે કેમ મહત્વનું?

અમેરિકા-ચીન વચ્ચે વેપાર તણાવ ઘટવાથી વૈશ્વિક સપ્લાય ચેનમાં અનિશ્ચિતતા ઘટી શકે છે. પરંતુ બીજી તરફ, ‘ચીન પ્લસ વન’ નીતિ હેઠળ ચીનની બહાર ઉત્પાદન ક્ષમતા વિકસાવતી કેટલીક વૈશ્વિક કંપનીઓ માટે ફરી ચીનમાં ઉત્પાદન જાળવવાનું દબાણ ઓછું થઈ શકે છે. આથી ભારતના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્ર સામે સ્પર્ધા વધી શકે છે. અર્થાત્, અમેરિકા-ચીન વચ્ચેની આ ટેરિફ રાહતથી વૈશ્વિક વેપાર માટે સ્થિરતા વધવાની શક્યતા છે, પરંતુ ભારત માટે તેનો પ્રભાવ ક્ષેત્ર પ્રમાણે અલગ રહી શકે છે. ખાસ કરીને ઉત્પાદન, ઇલેક્ટ્રોનિક્સ અને નિકાસ ક્ષેત્રમાં આગામી મહિનાઓમાં વૈશ્વિક કંપનીઓના રોકાણના નિર્ણય પર નજર મહત્વની રહેશે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *