‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને પીએમ મોદીનો ખુલ્લો પત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખુલ્લો પત્ર લખીને દેશવાસીઓને નવરાત્રિની શુભકામના પાઠવી છે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ વર્ષ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આ સાથે તેમણે જીએસટી સુધારાઓથી દેશને થનારા ફાયદાઓ વિશે પણ વાત કરી છે. તેમણે કહ્યું કે, નવા જીએસટી સુધારાઓથી દરેક ઘરમાં બચત વધશે અને વેપારીઓને પણ ફાયદો થશે. આ તહેવારોના માહોલમાં તેમણે દરેક ભારતીયને ‘મેડ ઈન ઈન્ડિયા’ ઉત્પાદનોનો વધુ ઉપયોગ કરવાની અપીલ કરી છે.

‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને PM મોદીનો ખુલ્લો પત્ર, કહ્યું- ‘જે ખરીદીશું તે સ્વદેશી અને જે વેચીશું તે સ્વદેશી’ 1 - image

તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘જ્યારે તમે દેશના કારીગરો, મજૂરો અને ઉદ્યોગો દ્વારા બનાવેલી ચીજ-વસ્તુઓ ખરીદો છો, ત્યારે તમે રોજગારને પ્રોત્સાહન આપવાની સાથે લાખો પરિવારોની આજીવિકા પણ વધારો છો. હું દુકાનદારો અને વેપારીઓને અપીલ કરું છું કે, તેઓ ‘મેડ ઇન ઈન્ડિયા’ ચીજ-વસ્તુઓ જ વેચે અને ગર્વથી કહે કે, જે ખરીદશે તે સ્વદેશી, જે વેચશે તે સ્વદેશી.’

New GST Rates LIVE Updates: PM Narendra Modi, in open letter, appeals  shopkeepers to sell 'Made in India products' | Latest News India

તેમણે વધુમાં લખ્યું છે કે, ‘૨૨ સપ્ટેમ્બરથી જીએસટી-૨.૦ લાગુ થઈ ગયો છે. આનાથી ટેક્સેશન સિસ્ટમ વધુ સરળ બનશે. આ નવા ફેરફારને તેમણે જીએસટી બચત ઉત્સવ નામ આપ્યું છે અને કહ્યું કે, નવા સુધારાઓનો ખેડૂતો, મહિલાઓ, યુવાઓ, ગરીબો, મધ્યમવર્ગ, વેપારીઓ અને એમએસએમઈને ફાયદો થશે.’ 

GST reforms will boost savings, directly benefit every section of society, PM  Modi writes in open letter - The Economic Times

તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘હવે પાંચ ટકા અને આઠ ટકાના બે મુખ્ય ટેક્સ સ્લેબ હશે. દૈનિક જીવનની વસ્તુઓ જેવી કે ખોરાક, દવાઓ, સાબુ, ટૂથપેસ્ટ અને વીમો ટેક્સ-ફ્રી હશે અથવા ૫ % ના સ્લેબમાં આવશે. અગાઉ જે પ્રોડક્ટ પર ૧૨ % જીએસટી હતો, તેમાંથી મોટાભાગની પ્રોડક્ટ પાંચ ટકા પર આવી ગઈ છે.

DD News

‘આવકવેરામાં ઘટાડો અને જીએસટી સુધારાઓના કારણે લોકોને વાર્ષિક લગભગ ૨.૫ લાખ કરોડ રૂપિયાની બચત થશે, જેની સીધી અસર તેમના ઘરના ખર્ચમાં થશે. લોકો માટે ઘર બનાવવું, વાહન ખરીદવું, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ લેવી અથવા પારિવારિક રજાઓ પર જવું સરળ બનશે. આનાથી લોકોની ખરીદ શક્તિ વધશે.

Dandiya Night 2023 : Humans of JP Greens

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *