નવા પ્રદેશ પ્રમુખ જે કોઇ પણ બને તે માટેનો તમામ કાર્યક્રમ ભાજપ પક્ષ દ્વારા અગાઉથી જ તૈયારી કરી દેવાયો છે. નવા પ્રદેશ પ્રમુખ શનિવારે લેશે પ્રમુખ તરીકેનો ચાર્જ લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભાજપનાં નવા પ્રદેશ પ્રમુખ હવે ગમે તે ઘડીએ જાહેર થાય તેવી શક્યતા છે. ભાજપ દ્વારા નવા પ્રદેશ પ્રમુખના આગમનને પગલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપનાં નેતાઓ તથા સંગઠનના અગ્રણીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી ૪ સપ્ટેમ્બરે ભાજપનાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી સુત્રો દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નવા પ્રદેશ પ્રમુખ જે કોઇ પણ બને તે માટેનો તમામ કાર્યક્રમ ભાજપ પક્ષ દ્વારા અગાઉથી જ તૈયારી કરી દેવાયો છે. નવા પ્રદેશ પ્રમુખ શનિવારે લેશે પ્રમુખ તરીકેનો ચાર્જ લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચાર્જ સંભાળ્યા બાદના એક મહિનો ગુજરાતમાં પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે. તમામ ઝોન, શહેર અને જિલ્લામાં પ્રદેશ પ્રમુખના પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. જિલ્લા અને શહેરના હોદ્દેદારો સાથે બેઠક કરીને રાજ્યની તમામ નાનીથી લઇને મોટી બોડી બનાવવાની જવાબદારી આપવામાં આવશે. હાલમાં જિલ્લામાં ફક્ત જિલ્લા અને શહેર પ્રમુખ કાર્યરત છે. જિલ્લા અને શહેરમાં હજુ સુધી સંગઠનની બોડી નથી બની.

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ શનિવારે એટલે કે ૪ ઓક્ટોબરે ચાર્જ સંભાળી લેશે. ચૂંટણી પરિણામ જાહેરાત થયા બાદ સાંજે કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાશે, અને નવા પ્રદેશ પ્રમુખ એ સાંજે જ કાર્યભાર સંભાળી લેશે. પદ સંભાળ્યા બાદ સંગઠનમાં બાકી રહેલા મહત્વના કામો નવા પ્રમુખ પૂર્ણ કરશે અને અમદાવાદ સહિત તમામ શહેર અને જિલ્લામાં બાકી રહેલી સંગઠન બોડીની નિમણૂક પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ધારાસભ્યો સહિત ૨૫૦ થી વધારે લોકો મતદાન કરશે. છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામને લઇને ભારે સસ્પેન્સ હતું, એ સસ્પેન્સ પરથી પરદો ઉંચકાવવા જઇ રહ્યો છે. ભલે કોણ પ્રદેશ પ્રમુખ બનશે તે હાલ સ્પષ્ટ ન થયું હોય પરંતુ એટલું તો હવે સ્પષ્ટ થઇ ગયું છે કે ૪ ઓક્ટોબરે ગુજરાત ભાજપને તેના નવા પ્રદેશ પ્રમુખ મળી જશે.
ગુજરાત ભાજપના પ્રમુખ કોણ બનશે તે વિશે આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે અને વિવિધ અટકળો પણ થઇ રહી છે. નવી પસંદગીને લઈને ચારથી પાંચ નામોની ચર્ચા ચાલી રહી છે, જેમાં જીતુ વાઘાણી, દેવુસિંહ ચૌહાણ, મયંક નાયક, જગદીશ પંચાલ,શંકર ચૌધરી, અને અર્જુનસિંહ ચૌહાણ જેવા નેતાઓના નામ રેસમાં છે. જીતુ વાઘાણી અગાઉ પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદાર તથા સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી આવતાં હોવાને કારણે તેઓનું નામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, મધ્ય ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણ અને ઉત્તર ગુજરાત તરફથી મયંક નાયક જેવા ચહેરાઓ પણ પ્રમુખપદ માટે ચર્ચામાં છે. હવે જોવાનું છે કે ભાજપ મોવડી મંડળ કોને જવાબદારી સોંપે છે.
