વાપીમાં એમડી ડ્રગ્સનું કારખાનું ઝડપાયું

ગુજરાત રાજ્યમાં કૂદકેને ભૂસકે ડ્રગ્સનો વેપલો વધી રહ્યો છે. ત્યારે વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં એમડી ડ્રગ્સનું કારખાનું ઝડપાયું છે. પેરોલ જમ્પના આરોપી અને તેના પુત્ર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

વાપીમાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું: પાંચ આરોપીઓની ધરપકડ, રૂ. 25 કરોડનો  મુદ્દામાલ જપ્ત | vapi md drugs factory busted 25 crore seized - Gujarat  Samachar

એટીએસ અને એસઓજી ની ટીમે પાડેલા દરોડામાં ૫ કિલોથી વધુનું એમડી ડ્રગ્સ પકડાયું છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા ૨૫ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

Cocaine drugs GIF - Find on GIFER

પોલીસના પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ કારખાનામાં ડ્રગ્સ તૈયાર કરીને અલગ-અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવતું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં નશાબંધી કાનૂન નામશેષ થઈ રહ્યો છે અને દારૂની બંધી રોકવા માટે સરકાર પાસે કોઈ એક્શન પ્લાન નથી. પરંતુ તેનાથી પણ વધુ ખતરનાક હદે ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે. આખા દેશમાં ગુજરાતનો દરિયા કિનારો જ એવો છે કે જ્યાંથી સાત વર્ષમાં ૪૦ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. એટલે કે પ્રતિદિન સરેરાશ ૧૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે. નશાખોરીના ગુજરાત મોડલને છતાં શાંત અને સુરક્ષિત માનવામાં આવે છે. ગુનેગારો ગુના કરવામાં, દુષ્કર્મ આચરવામાં, નશાખોરી કરવામાં, ડ્રગ્સ વેચવામાં વ્યસ્ત છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *