નર્મદાના ખોળે પીએમ મોદીના લોહપુરુષને સલામ

પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને આ મહાન રાષ્ટ્રનિર્માતાને નમન કર્યા.

Rashtriya Ekta Diwas 2025: PM Narendra Modi Pays Tribute to Sardar  Vallabhbhai Patel at Statue of Unity on National Unity Day, Takes Oath To  Protect Nation's Unity (Watch Videos) | 📰 LatestLY

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સવારે ૦૮:૧૦ વાગ્યે વડાપ્રધાન કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યું હતું. દેશના એકીકરણમાં સરદાર પટેલના અદ્વિતીય યોગદાનને યાદ કરતાં વડાપ્રધાને ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના ઉજાગર કરી.

രാഷ്ട്രീയ ഏകതാ ദിവസ്; സർദാർ വല്ലഭായ് പട്ടേലിന്റെ ജന്മദിനം സമുചിതമായി  ആഘോഷിച്ച് രാജ്യം; 150 രൂപയുടെ നാണയവും സ്റ്റാമ്പും പുറത്തിറക്കി ...

ભલે સવારથી એકતાનગર વિસ્તારમાં હળવો વરસાદ વરસી રહ્યો હોય, તોય પણ તંત્ર અને સુરક્ષા દળો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો છે. પુષ્પાંજલિ અર્પણ બાદ વડાપ્રધાન મોદીએ ‘એકતા પરેડ’માં હાજરી આપી છે.

PM Modi on Unity Day in Gujarat: One Nation One Election, Uniform Civil  Code soon - India Today

થોડીવારમાં પીએમ મોદી દેશને સંબોધન કરી રહ્યા છે. પરેડ દરમિયાન રાષ્ટ્રીય એકતા, સંકલન અને સૌહાર્દના સંદેશ સાથે વિવિધ રાજ્યોના દળોએ પ્રદર્શન કર્યું છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં સરદાર પટેલના વિચારોને આજના યુગમાં પ્રાસંગિક ગણાવ્યા અને યુવાનોને દેશની એકતા અને વિકાસ માટે સમર્પિત થવાનો સંદેશ આપ્યો. આ સાથે આજે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સિમરન ભારદ્વાજે ગાર્ડ ઓફ ઓનર લીડ કર્યું છે.

PM Modi pays floral tribute to Sardar Vallabhbhai Patel at Statue of Uniy  on his 150th Jayanti

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, વિચારો અને ભારતના એકીકરણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરતો એક પ્રેરણાદાયક વીડિયો પણ શેર કર્યો છે. એકતાનગરમાં આજે રાષ્ટ્રીય ગૌરવ, દેશભક્તિ અને એકતાનો અનોખો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યાં દરેક ભારતીય હૃદય સરદાર પટેલના અવિસ્મરણીય સંદેશ “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ને ફરીથી અનુભવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *