લાલુ ના પરિવારમાં બબાલ

બિહાર ચૂંટણી પરિણામો પછી, આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારનો ઝઘડો જાહેર થઈ ગયો છે. લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્યએ, તેના ભાઈ તેજસ્વી યાદવના બે નજીકના સાથીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

Key figures fueling discord in Lalu's family: Rohini Acharya's exit from  politics, family revives turmoil - Bihar News | Bhaskar English

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામમાં આરજેડીના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનની કારમી હાર બાદ, લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં આંતરિક ઝઘડો ફાટી નીકળ્યો છે. લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યએ પાર્ટીની ખરાબ હાર માટે તેના ભાઈ તેજસ્વી યાદવના નજીકના સાથીઓ સંજય યાદવ અને રમીઝને જવાબદાર ઠેરવ્યા છે. સાથે જ રોહિણીએ પાર્ટી અને પરિવારથી અલગ થવાની જાહેરાત કરી દીધી.

Lalu family in chaos? Rohini Acharya disowns family, Quits Politics After  RJD Bihar Poll Debacle | Who is Rameez, Sanjay Yadav ? - Bihar News |  Bhaskar English

શનિવાર 15 નવેમ્બરના રોજ રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર આરજેડી છોડવાની અને લાલુ પરિવારથી દૂર થવાની જે પોસ્ટ કરી, તેમાં ભાઈ તેજસ્વી યાદવના નજીકના સાથીઓ સંજય યાદવ અને રમીઝના નામનો ઉલ્લેખ કર્યો હતો. રોહિણીના બળવાને કારણે એવું અનુમાન છે કે આવનાર સમયમાં લાલુ પરિવારમાં મોટો વિવાદ જોવા મળી શકે છે.

Rohini Acharya and Lalu family drama: Is the 'family rift' trope a new  strategy to gain attention before Bihar elections

આરજેડીને નજીકથી જાણતા લોકોએ છેલ્લા દોઢ વર્ષમાં સંજય યાદવનું નામ વારંવાર સાંભળ્યું છે, જે મૂળ હરિયાણાના છે પરંતુ તેજસ્વી યાદવના ખૂબ નજીકના માનવામાં આવે છે. તે રાજ્યસભાના સાંસદ પણ છે. રોહિણી આચાર્યની પોસ્ટ બાદ લોકોના મનમાં સવાલ છે કે આખરે સંજય યાદવ સિવાય રમીઝ કોણ છે, જેના પર લાલુની દીકરી આટલું ભડકી ગઈ છે.

कौन हैं संजय यादव और रमीज? लालू की बेटी रोहिणी ने परिवार छोड़ने से पहले  लिया जिनका नाम - Who are Sanjay Yadav and Rameez Lalu yadav daughter Rohini  acharya named them

આરજેડીમાં તેજસ્વી યાદવનો નજીકનો સાથી અને પરિવારમાં વિવાદાસ્પદ બની ચૂકેલી વ્યક્તિ રમીઝની વાત કરીએ તો તે ઉત્તર પ્રદેશમાં નેપાળ સરહદને અડીને આવેલા જિલ્લા બલરામપુરનો રહેવાસી છે. બલરામપુરના ભંગહા કલા વિસ્તારનો રહેવાસી રમીઝ હાલમાં બિહારમાં વસ્યો છે. ખાસ વાત એ છે કે તે સપાના પૂર્વ સાંસદ રિઝવાન ઝહીરનો જમાઈ છે.

लालू परिवार में 'संजय-रमीज' पर घमासान, भाई-बहन सब नाराज, तेजस्वी यादव के घर  में उथल-पुथल की पूरी कहानी - sanjay yadav become villain in lalu yadav  family clash by rohini ...

રમીઝનું આખું નામ રમીઝ નેમત ખાન છે અને તેના પિતાનું નામ નિયમતુલ્લાહ ખાન છે. તેના પર બલરામપુરમાં તુલસીપુર નગર પંચાયતના અધ્યક્ષ ફિરોઝ પપ્પુની ૪ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ હત્યાના કરવાના ગંભીર આરોપ છે. તેના લગ્ન રિઝવાન ઝહીરની દીકરી ઝેબા રિઝવાન સાથે થયા છે અને હાલમાં તે પટનામાં રહે છે અને તેજસ્વી યાદવ સાથે તેના ઘણા ગાઢ સંબંધ હોવાનું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *