જાણો ૦૬/૧૨/૨૦૨૫ શનિવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

બુધ વૃશ્ચિકમાં ૨૦ ક. ૨૯ મિ.થી

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.

સૂરત સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૫૭ મિ. (સૂ) ૭ ક. ૫૨ મિ. (મું) ૭ ક. ૪૭ મિ.

જન્મ રાશિ : આજે જન્મેલા બાળકની મિથુન (ક.છ.ઘ) રાશિ આવશે.

નક્ષત્ર : મૃગશીર્ષ ૮ ક. ૫૦ મિ. સુધી પછી આદ્રા ૩૦ ક. ૧૪ મિ. સુધી પછી પુનર્વસુ નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિકમાં ૨૦ ક. ૨૯ મિ.થી, ગુરુ-મિથુન (વ.) શુક્ર-વૃશ્ચિક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત: ૨૫૫૨

દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક: માગશર/ ૧૫/ વ્રજ માસ: પોષ-૨

માસ-તિથિ-વાર : માગશર વદ બીજ

– બુધ વૃશ્ચિકમાં ૨૦ ક. ૨૯ મિ.થી

– બજારોમાં ફેરફાર ?

– હુથરી (કુર્ગ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલ આખર માસનો ૧૫મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ તીર માસનો ૨૩મો રોજ દએપદીન

આજ નું રાશિફળ

What's your zodiac sign?

આજનો દિવસ આ રાશિના જાતકો માટે લઈને આવશે ખુશહાલી

Your Public Speaking Strengths (And Weaknesses) According To Your Horoscope| The Beautiful Blog

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતો માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે. આજે તમારે તમારી ફાઈનાન્શિયલ બાબતો પર ખૂબ જ ધ્યાન આપવાનો રહેશે. તમારે તમારી વાણી અને વિનમ્રતા રાખવી પડશે. કોઈ જગ્યાએ અટકી પડેલાં નાણાં પાછા મળી શકે છે. ધંધામાં નવા રોકાણથી ફાયદો થવાની સંભાવના છે. તમારા કામની કિંમત વધશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જાળવવી. સંબંધોમાં તણાવ ટાળવો. ગળા અથવા મોં સંબંધિત સમસ્યા થઈ શકે છે. સંતુલિત આહાર લેવો. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે અવશ્ય પૂરી કરશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આજે તમે તમારા વ્યક્તિત્વથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે અને નવી ઊર્જાનો અનુભવ કરશો. કાર્યક્ષેત્રે તમારી મહેનત સફળ થશે. નેતૃત્વ કરવાની તક મળી શકે છે. મહત્ત્વના નિર્ણયો લેવા માટે સારો દિવસ છે. સંબંધોમાં રોમાંસ અને ઉત્સાહ જળવાશે. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો. માતા-પિતાના આશિર્વાદથી અટકી પડેલાં કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ વધારે ખર્ચાળ રહેશે અને એટલે જ તમારે તમારા નાણાંનું યોગ્ય રીતે આયોજન કરવું પડશે. વિદેશથી કામ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ લાભ કરાવનારો રહેશે. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. નોકરી રહેલાં લોકોએ આજે ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવું પડશે. કોઈને ઉધાર આપવાનું ટાળવું. અંગત જીવનમાં થોડીક એકલતા કે માનસિક તણાવ અનુભવાશે. અનિદ્રા અથવા આંખની સમસ્યા થઈ શકે છે. પૂરતી ઊંઘ લેવી પડશે. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલવું પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક લાભ મેળવવાનો રહેશે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે. મિત્રો અને મોટા ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. આવકના નવા સ્રોત ઊભા થઈ શકે છે. જૂના રોકાણોથી ફાયદો થશે. નોકરીમાં સહકર્મીઓનો સહકાર મળશે. મિત્રો સાથે મુલાકાત કે મિલન-સમારંભમાં જવાનો અવસર મળશે. પ્રેમ સંબંધો મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઉત્સાહ અને આનંદ અનુભવશો. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે હસી-ખુશી સમય પસાર કરશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયર અને પબ્લિક ઈમેજ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. આજે સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. આજે પિતા અને ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. કાર્યક્ષેત્રે મહત્ત્વપૂર્ણ લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. પ્રમોશન અથવા પગાર વધારાની સંભાવના છે. તમારો આત્મવિશ્વાસ વિજય અપાવશે. અંગત જીવન કરતાં વ્યવસાયિક જીવનમાં વધુ સમય આપશો. કામના બોજને કારણે થોડો થાક અનુભવાશે, પણ તમારે પૂરતો આરામ લેવો પડશે.

કન્યા રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે કોઈ ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની શકે છે. ઉચ્ચ શિક્ષણ અને આધ્યાત્મિક બાબતોમાં રુચિ વધશે. નોકરી કે વ્યવસાયમાં લાંબી મુસાફરીથી લાભ થઈ શકે છે. નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સારો દિવસ છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જળવાશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે છે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવી શકે છે. મિત્રો માટે આજે તમારે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. મન પ્રસન્ન અને શાંત રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનુકૂળ રહેશે. સામે આવી રહેલાં પડકારોનો આજે હિંમતથી સામનો કરવો પડશે. ગુપ્ત બાબતો પર સંશોધન અથવા ઊંડાણપૂર્વક વિચારણા માટે સારો દિવસ છે. નાણાકીય મામલાઓમાં સાવધાની રાખવી. રોકાણ સંબંધિત ગૂંચવણો આવી શકે છે. વારસા કે વીમા સંબંધિત મામલાઓમાં નિર્ણય લેવો. સંબંધોમાં ભાવનાત્મક ગહનતા અનુભવાશે. જૂની વાતો ઉખેડવાનું ટાળવું. તણાવથી દૂર રહેવું. ખાવા-પીવાનું આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો સમસ્યા થઈ શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પાર્ટનરશિપની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે તમારી પબ્લિક ઈમેજ પર ખાસ ધ્યાન આપશો. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. નવા કરારો પર હસ્તાક્ષર કરવા માટે સારો દિવસ છે. વ્યવસાયિક ભાગીદારી મજબૂત બનશે. જાહેર ક્ષેત્રે સફળતા મળશે. વાટાઘાટોમાં તમારી જીત થશે. વિવાહિત જીવનમાં ખુશી અને સંવાદિતા જળવાશે. પાર્ટનર સાથેના સંબંધો સુધરશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. શારીરિક અને માનસિક રીતે ઉત્સાહિત રહેશો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની દિનચર્યા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. આજે તમારે તમારા કામકાજ અને સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે. મહેનત અને સમર્પણથી તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. કાર્યક્ષેત્રે તમારી મહેનતની નોંધ લેવાશે. સહકર્મીઓ સાથે સારો તાલમેલ જાળવવો. નોકરીમાં પ્રગતિની સંભાવના છે. વ્યસ્ત દિનચર્યાને કારણે અંગત જીવનને ઓછો સમય આપી શકશો. પેટ સંબંધિત નાની સમસ્યા થઈ શકે છે. દિનચર્યા નિયમિત જાળવી રાખવી પડશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કામ સાથે જોડાઈને નામ કમાવવાનો રહેશે. આજે પ્રેમ અને સંતાન સંબંધિત બાબતો પર ધ્યાન રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ શુભ છે. કળા અને શિક્ષણ અને મનોરંજન ક્ષેત્રના લોકોને સફળતા મળશે. રોકાણથી ફાયદો થવાની સંભાવના છે. પ્રેમ સંબંધો માટે દિવસ ઉત્તમ છે. નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. સંતાન તરફથી ખુશી મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક ઉત્સાહ જળવાશે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખરાબ સંગતમાં ફસાઈ જશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધ્યાન, પરિવાર અને પ્રોપર્ટી સંબંધિત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. પારિવારિક બાબતોને લઈને આજે તમારે સાથે મળીને બેસીને ચર્ચા કરીને ઉકેલ લાવવો પડશે. કોઈ મહત્ત્વના કામમાં તમને માતાનો સહયોગ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રે સ્થિરતા જાળવવી. સ્થાવર મિલકત સંબંધિત રોકાણ અથવા ખરીદી માટે સારો દિવસ છે. પારિવારિક જીવનમાં ખુશી અને શાંતિ જળવાશે. ઘરની સજાવટ પાછળ ખર્ચ થઈ શકે છે. આજે કામની વ્યસ્તતા વચ્ચે પણ તમે તમારી માનસિક શાંતિને પ્રાધાન્ય આપશો અને એને ડહોળાવવા નહીં દો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેશે. આજે કામના સિલસિલામાં ટૂંકી યાત્રા પર જશો અને ભવિષ્યમાં એનાથી તમને સારો એવો લાભ થઈ રહ્યો છે. ભાઈ-બહેન સાથેના સંબંધો આજે વધારે મજબૂત થઈ રહી છે. તમારી વાતચીતની કુશળતાથી આજે તમે ધાર્યા કામ પાર પાડી શકશો. કાર્યક્ષેત્રે નાની મુસાફરીથી લાભ થઈ શકે છે. લેખન અને મીડિયા સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા જાળવવી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *