વડાપ્રધાન મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનના ચાર દિવસના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ ડિસેમ્બરથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનની ચાર દિવસની મુલાકાતે જવાના છે. મોદીની જોર્ડનની આ મુલાકાત બન્ને દેશો વચ્ચે સ્થપાયેલા રાજકીય સંબંધોની ૭૫ મી જયંતિ નિમિત્તે યોજાઈ રહી છે. આ સહસ્રાબ્દની ભારતના વડાપ્રધાનની જોર્ડનની આ પહેલી મુલાકાત બની રહેશે.
PM Modi to visit Jordan, Ethiopia and Oman during three-nation tour from  December 15 | India News – India TV

જોર્ડન સ્થિત ભારતના રાજદૂત મનીષ ચૌહાણ જણાવે છે કે, વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો તેમજ આ વિસ્તાર માટે પણ મહત્વની બની રહેશે. વડાપ્રધાન કીંગ અબ્દુલ્લા સેકન્ડનાં આમંત્રણથી જોર્ડન આવી રહ્યા છે. તેઓ ૨૦૧૮ માં જોર્ડન આવ્યા હતા, પરંતુ તે માત્ર ‘ટ્રાન્ઝિટ વિઝિટ’ હતી. ભારત-જોર્ડન રાજકીય સંબંધોની સ્થાપનાના ૭૫ મી જયંતિ નિમિત્તે યોજાનારી આ મુલાકાતનું મહત્વ ઘણું છે. 

PM Modi to embark on a four | DD News On Air

તે સ્મરણીય બની રહે તેમ છે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન અત્યંત વ્યસ્ત રહેશે. તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે જોર્ડનના રાજા અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મંત્રણા તો કરશે જ પરંતુ તે પૂર્વે બંને નેતાઓ મંત્રણા કરશે, જેમાં મધ્યપૂર્વની વિશેષત: ઈઝરાયલ-હમાસ સંઘર્ષ, હિઝબુલ્લા અને સીરીયા તેમજ ઈઝરાયલ-ઈરાન-સંઘર્ષ વિષે ચર્ચા કરશે તે સહજ અને સ્વાભાવિક છે. મોદી ૧૫ થી ૧૬ ડિસેમ્બરના જોર્ડન, ૧૬ થી ૧૭ ડિસેમ્બરના ઇથિયોપિયા અને ૧૭ થી ૧૮ તારીખે ઓમાનની મુલાકાત લેશે. આ ત્રણેય દેશોના વડાઓ સાથે મોદીની બેઠક યોજાશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *