શું તમારી બેન્ક તમને બેન્કિંગની કોઈ કામગીરીને લઇ ધક્કા ખવડાવે છે? તો તમે એક કામ કરી શકો છો જેનાથી તમારા કામનો નિકાલ તરત થઈ જશે.

જો તમે ખોટા ચાર્જ, એટીએમ માંથી પૈસા ન નીકળવા પરંતુ ખાતામાંથી ડેબિટ થઇ જવા અને લોન અથવા ક્રેડિટ કાર્ડ ભૂલો જેવી અનેક સમસ્યાના કારણે બેન્કમાં જાઓ છો. પણ બેન્કવાળા તમને ધક્કા ખવડાવતા હોય તો તમે નિરાશ થઇ શકો છો. આ સ્થિતિમાં તમે અધિકારીઓને મળો કે બેન્ક મેનેજરને પણ તમારા પ્રશ્નોનો ઉકેલ ન આવે તો એવું લાગે છે કે હવે કોઈ ઉપાય નથી. પણ જો બેંક તમારી વાત ન સાંભળે તો તમે સીધા ઓફિશિયલ પ્લેટફોર્મ પર ફરિયાદ કરી શકો છો.

બેંકમાં જ્યાં તમારી સમસ્યાને ગંભીરતાથી લેવામાં ન આવે છે અને કાર્યવાહી કરવામાં ન આવે ત્યારે તમે આ કામ કરી શકો છો. એના માટે ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોની સુવિધા માટે Cash Management Services (CMS) બનાવી છે. આ એક ઓનલાઈન પોર્ટલ છે જ્યાં બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ સંબંધિત ફરિયાદો નોંધાવી શકાય છે. જેમાં સરકારી અને પ્રાઇવેટ બંને બેંકો સામે ફરિયાદો નોંધાવી શકાય છે. અહિંયા દાખલ થયેલી ફરિયાદોનું RBI દ્વારા સીધું નિરીક્ષણ કરવામાં આવે છે.

આથી આ ફરિયાદને બેંકો તેને હળવાશથી લઈ શકતી નથી. ખોટા ચાર્જ, ફેલ ટ્રાન્જેક્શનને કારણે ફસાયેલા પૈસા અને લોન કે કાર્ડની ફરિયાદો જેવી સમસ્યાઓ માટે આ પ્લેટફોર્મ ખૂબ મદદરૂપ સાબી થાય છે. જો બેંક નિર્ધારિત સમયમાં જવાબ ન આપે કે સંતોષકારક ઉકેલ ન આપે તો RBI જાતે જ આ મામલો હાથમાં લે છે. આથી જ CMS સામાન્ય ગ્રાહકો માટે એક મહત્વનું ટૂલ બન્યું છે.

- ફરિયાદ કેવી રીતે કરવી ?
સૌ પહેલા cms.rbi.org.in વેબસાઇટ પર જાઓ. ત્યાં લોગ ઇન કર્યા બાદ File a Complaint વિકલ્પ પર ક્લિક કરો. ત્યાં કેપ્ચા કોડ દાખલ કરો અને તમારું નામ અને મોબાઇલ નંબર દાખલ કરો. પછી તમારા મોબાઇલ પર આવેલા OTP વેરીફાઈ પછી તમારે સંબંધિત બેંકનું નામ પસંદ કરવું પડશે અને તમારી ફરિયાદની ડીટેલ ભરવી.

આ દરમિયાન તમે ઈચ્છો તો તમે વળતરનો પણ દાવો કરી શકો છો. બધી ડીટેલ ભર્યા બાદ Review અને Submit પર ક્લિક કરો. આ સબમિટ કર્યા બાદ તમને કંપ્લેન્ટ નંબર નંબર થશે. તમે તમારી ફરિયાદના સ્ટેટ્સને ટ્રેક કરી શકો છો, જેનાથી તમે તમારી બેંકની મુલાકાત લીધા વગર તમારી સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો.
