દિલ્હીની ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ

દિલ્હીના રહેવાસીઓ આ સમયે હવા અને ધુમ્મસના બમણા મારનો સામનો કરી રહ્યા છે. સોમવારે સવારે, રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૫૦૦ પર નોંધાયો છે. આ ગંભીર પ્રદૂષણની સાથે ગાઢ ધુમ્મસ છવાયું હોવાથી ITO સહિત ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી (દૃશ્યતા) શૂન્ય થઈ ગઈ છે.

Air turns toxic in Delhi, AQI crosses 500 | Bhaskar English

જેમ જેમ દિલ્હીમાં ઠંડી વધી રહી છે, તેમ તેમ AQI સ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે. સોમવારે સવારે ૦૬:૦૦ વાગ્યે દિલ્હીનો સરેરાશ AQI ૪૫૬ નોંધાયો, જે ‘ખૂબ ગંભીર’ પ્રદૂષણની સ્થિતિ દર્શાવે છે. અશોક વિહાર, રોહિણી, જહાંગીરપુરી અને વજીરપુર જેવા વિસ્તારોમાં તો AQI લેવલ ૫૦૦ સુધી પહોંચી ગયું છે. ઓછી પવનની ગતિને કારણે દિલ્હી હાલમાં ‘ગેસ ચેમ્બર’ થી ઓછું નથી. આનંદ વિહારમાં AQI ૪૯૩, નેહરુ નગરમાં ૪૮૯, ઓખલા અને આરકે પુરમમાં ૪૮૩, જ્યારે વિવેક બિહારમાં ૪૯૩ નોંધાયો હતો. 

Watch: Delhi disappears in toxic smog; 40 stations go 'red' as residents  struggle to breathe | Delhi News - The Times of India

આ પરિસ્થિતિમાં લોકો માટે ખુલ્લી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. આંખોમાં બળતરા અને માથાનો દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે, અને સ્થિતિ એટલી ગંભીર છે કે ઘરોની અંદર પણ ઝેરી હવા અસર કરી શકે છે. દિલ્હીમાં ‘ગ્રૅપ-૪’ લાગુ હોવા છતાં સ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી.

Delhi Air Pollution Live Updates: Call on work-from-home, odd-even measures  to be taken soon, says Gopal Rai

દિલ્હીવાસીઓ ગાઢ ધુમ્મસ અને સ્મોગના બેવડા પ્રહારનો સામનો કરી રહ્યા છે. આજે સવારે ૩ મીટર દૂરનું પણ કંઈ દેખાતું નહોતું, જેના કારણે રસ્તાઓ પર વાહનો ધીમી ગતિએ ચાલતા જોવા મળ્યા હતા. રવિવારે પણ દિલ્હીના ૩૯ સક્રિય વાયુ ગુણવત્તા મોનિટરિંગ કેન્દ્રોમાંથી 38 માં પ્રદૂષણનું ‘ગંભીર’ સ્તર નોંધાયું હતું. ગત દિવસના ૪૩૨ AQI થી વધીને આ સ્તર રેકોર્ડ પર પહોંચી ગયું છે, જે એપ્રિલ ૨૦૧૫ માં AQI મોનિટરિંગ સિસ્ટમ શરૂ થયા પછીનું સૌથી ઊંચું સ્તર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *