ગુજરાતની SIR ૨૦૨૬ ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (એસ આઈ આર) હાથ ધરવામાં આવી હતી.

Gujarat draft voter list to be released today; Voters can file objections  until January 18 and verify deleted or missing names using simple steps -  Gujarat News | Bhaskar English

ગત તા. ૨૭ ઑક્ટોબર ૨૦૨૫ થી રાજ્યભરમાં શરુ કરવામાં આવેલી એસ આઈ આર (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત દોઢ માસ સુધી હાથ ધરવામાં આવી હતી.

Gujarat achieves 99.99% completion in SIR's voter list revision 27  districts hit 100% mark as only 1,877 forms yet to be returned out of  5.08cr - Gujarat News | Bhaskar English

હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આજે(૧૯ ડિસેમ્બર) રાજ્ય ચૂંટણી પંચ ડ્રાફ્ટ મતદાર યાદી સત્તાવાર વેબસાઇટ http://ceo.gujarat.gov.in પર જાહેર કરાઈ છે. ૪.૩૪ કરોડ મતદારો નોંધાયા છે અને ૭૩.૭૩ લાખ મતદારોના નામ કપાયા છે. ત્યારે આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં જે કોઈ મતદારનું નામ ન હોય તો તેઓ વાંધો રજૂ કરી શકશે. મતદાર ૧૮ મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે. મતદાર પોતાનું નામ ચકાસી શકે છે.

ગુજરાતમાં SIR ની ડ્રાફ્ટ યાદી જાહેર, જાણો બધી જ માહિતી | SIR 2026 Gujarat  draft voter List 2025 73 Lakh names deleted Know all information

જેમનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં તે શું કરે?

• ૧૯મી જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઈ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. તેઓ આધાર પૂરાવા સાથે ફોર્મ-૬ ભરીને નામ જોડવા માટે અરજી કરી શકે છે. એકથી વધુ જગ્યાઓ પર મતદાર તરીકે નોંધણી કરવી ગુનો છે.

• ૧૦ મી ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે. 

SIR Voter List 2003: શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો  નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો | Download 2003 Voter List,  Step-by-Step Guide for SIR

૭૩,૭૩,૩૨૭ મતદારોના નામ દૂર કરાયા

રાજ્યમાં બીએલઓ દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા અને બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં. ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ ૫,૦૮,૪૩,૪૩૬ મતદાર નોંધાયેલા હતા. ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ કુલ મતદારોની સંખ્યા ૩,૩૪,૭૦,૧૦૯ થઈ ગઈ છે. એટલે કે, એસ આઈ આર ની ઝુંબેશ દરમિયાન કુલ ૭૩,૭૩,૩૨૭ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

કયા કયા મતદારોના નામ દૂર કરાયા

• અવસાન પામેલા મતદારો- ૧૮,૦૭,૨૭૮
• ગેરહાજર મતદારો- ૯,૬૯,૬૬૨
• કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો- ૪૦,૨૫,૫૫૩
• બે જગ્યાએ નોંધાયેલા મતદારો- ૩,૮૧,૪૭૦ હતા.
• અન્ય- ૧,૮૯,૩૬૪ હતા.

મતદાર પોતાનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નીચે દર્શાવેલ માધ્યમ વડે ચકાસી શકશે

•    વેબસાઇટ http://ceo.gujarat.gov.in
•    વોટર પોર્ટલ : voters.eci.gov.in
•    ECINET App
•    બીએલઓ પાસેથી
•    જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી 

ગુજરાતની SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 4.34 કરોડ મતદારો નોંધાયા, 73.73  લાખ વોટર્સના નામ કપાયા, આ લિંક પર ચકાશો તમારૂ નામ

મતદાર યાદીમાં નામ નોંધાવવા માટેની સૂચના

• તા.૦૧-૦૧-૨૦૨૬ ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂરા કરનાર યુવાનો ફોર્મ નં.૬ ભરીને તેઓનું નામ આખરી મતદાર યાદી કે જે તા.૧૭-૦૨- ૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ થવાની છે તેમાં દાખલ કરાવી શકે છે.

• જો આપનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.૬ ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓનલાઇન/ઓફલાઇન અરજી કરી શકો છો.

• જો ડ્રાફ્ટ મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઈ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નં.૮ ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓનલાઇન/ઓફલાઇન અરજી કરી શકાય છે.

• ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.૭ ભરીને અરજી કરી શકાશે.

ગુજરાતમાં SIR : ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થઈ, 73.73 લાખ મતદારોનાં નામ કમી,  તમારું નામ ન આવ્યું હોય તો શું કરી શકો? - BBC News ગુજરાતી

૨૭ મી ઓક્ટોબરે એસ આઈ આર અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ મતદાર યાદી સુધારણા કામગીરી વિવાદમાં સપડાઇ હતી કેમકે, વધુ પડતાં કામના બોજને પગલે પાંચેક બુથ લેવલ ઓફિસરના મૃત્યુ થયા હતાં જેના કારણે હોબાળો મચ્યો હતો. એટલુ જ નહીં, રાજ્ય ચૂંટણી પંચ પર માછલા ધોવાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *