પોલીસને ગાળો આપનારી મહિલા સામે બીજી એફઆઈઆર

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંજલિ ચાર રસ્તા પાસે બે દિવસ અગાઉ પોલીસકર્મી અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે નવો વળાંક લઈ રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર માત્ર લાફો મારવાનો વીડિયો વાઇરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. પોલીસના બોડી ઓન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનામાં યુ-ટર્ન આવ્યો હતો.

ઓ બાપ રે! પોલીસવાળાને આટલી ગાળો? પોલીસને બેફામ ગાળો આપનાર અમદાવાદની યુવતી  સામે ફરિયાદ

૨૦ ડિસેમ્બરના રોજ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં આ જ યુવતીએ ૧૪ નવેમ્બર ૨૦૨૫ ના રોજ શ્યામલ ચાર રસ્તા નજીક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. જેના વીડિયો પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા. જે ગુનામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતા દાદાગીરી કરનાર યુવતી સામે અલગ અલગ ૪ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સામાન્ય રીતે આ કલમોનો સમૂહ ત્યારે જોવા મળે છે જ્યારે, રસ્તા પર કોઈ ઝઘડો થયો હોય. કોઈએ ટ્રાફિક નિયમ તોડ્યો હોય (હેલ્મેટ વગર). પોલીસ કે અન્ય વ્યક્તિ સાથે ગાળાગાળી (૨૯૬B), મારપીટ (૧૨૧) અને ધમકી (૩૫૧) આપી હોય, પોલીસે યુવતી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ત્રણ અને મોટર વ્હિકલ એક્ટ મુજબ એક કલમ લગાડી છે.

Ahmedabad: પોલીસને સસ્પેન્ડ કરાવનાર મહિલા બંસરી ઠક્કરનો બેફામ ગાળો ભાંડતો  વિડીયો વાઇરલ

મહિલાએ શ્યામલ ચાર રસ્તાના બનાવ દરમિયાન પોલીસકર્મીઓને જાહેરમાં ગાળો આપી હતી. કાયદા મુજબ ગાળો આપવી એ ‘અશ્લીલ શબ્દો’ (Obscene words) ના ગુનામાં આવે છે, જે જાહેર શાંતિનો ભંગ કરે છે. આ મુજબ સજામાં 3 મહિના સુધીની જેલ અથવા દંડ, અથવા બંને થઈ શકે છે.

મહિલાએ પોલીસ સાથે માથાકૂટ કરી દાદાગીરી કરી અને પોલીસકર્મીઓને ધમકાવ્યા હોવાથી આ કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ કલમ ત્યારે લાગે જ્યારે કોઈ વ્યક્તિ સામેની વ્યક્તિને (આ કિસ્સામાં ફરજ પરના પોલીસને) ડરાવવાની કોશિશ કરે. આ ગુનામાં ૨ વર્ષ સુધીની જેલ અથવા દંડ, અથવા બંને થઈ શકે છે

આ કલમ શારીરિક હુમલા કે ઝપાઝપી માટે છે. જો મહિલા અને પોલીસ વચ્ચેના સંઘર્ષમાં પોલીસકર્મીને કોઈ શારીરિક ઈજા થઈ હોય અથવા ઝપાઝપી દરમિયાન ઈજા પહોંચાડવાનો પ્રયત્ન થયો હોય, તો આ કલમ લાગુ પડે છે. સજાના ભાગરૂપે ૧ વર્ષ સુધીની જેલ અથવા ૧૦,૦૦૦ સુધીનો દંડ, અથવા બંને થઈ શકે છે.

આ કલમ સ્પષ્ટ કરે છે કે મહિલા હેલ્મેટ વગર વાહન ચલાવી રહી હતી. શ્યામલ ચાર રસ્તાવાળી ઘટનામાં પણ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આ દંડની જોગવાઈ ઉમેરવામાં આવી છે. મોટર વ્હિકલ એક્ટ (MV Act) મુજબ સજામાં જો ચાલક હેલ્મેટ વગર પકડાય, તો તેને ૧૦૦૦ નો દંડ થઈ શકે છે અને ૩ મહિના માટે લાયસન્સ રદ (Suspend) થઈ શકે છે.

આ જ યુવતીએ ૧૯ ડિસેમ્બરની રાત્રે પોલીસ સાથે શરમજનક વ્યવહાર કર્યો હતો જ્યારે અંજલી ચાર રસ્તા પર હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલા અને અન્ય બે પોલીસકર્મીઓ ફરજ પર હતા. આ દરમિયાન બંસરી ઠક્કર નામની યુવતી પોતાનું ઓલા સ્કૂટર લઈને સિગ્નલ તોડીને પસાર થઈ રહી હતી. ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ જયંતીભાઈએ તેને અટકાવી લાયસન્સ માંગતા યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને પોલીસકર્મી સાથે ‘તું તારી’ કહીને તોછડું વર્તન કરવા લાગી હતી. જ્યારે પોલીસકર્મીએ પોતાનું આઈડી કાર્ડ બતાવ્યું, ત્યારે યુવતીએ તે આઈડી કાર્ડ આંચકીને નીચે ફેંકી દીધું હતું. આ બાદ કોન્સ્ટેબલે યુવતીનો હાથ પકડી કાર્ડ ઉપાડવા કહ્યું, પરંતુ યુવતીએ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

બોડી કેમેરાના ફૂટેજ મુજબ, યુવતીએ સતત પોલીસકર્મી અને તેમના પરિવાર વિશે ગંદી ગાળો આપી હતી, જેનાથી ઉશ્કેરાઈને જયંતીભાઈએ તેને લાફો મારી દીધો હતો. લાફો માર્યા બાદ પણ યુવતી શાંત પડવાને બદલે “તારી નોકરી ખાઈ જઈશ” અને “તારે બંગડીઓ પહેરવી પડશે” જેવી ધમકીઓ આપતી રહી હતી. સામે પક્ષે પોલીસકર્મીએ પણ આવેશમાં આવીને બે-ત્રણ ગાળો આપી હતી. નવા ફૂટેજમાં મહિલાની વર્તણૂક અને પોલીસ સાથેના વર્તનના દ્રશ્યો કેદ થયા છે, જે હવે તપાસમાં પાયારૂપ બનશે. આ વીડિયોમાં જોવા મળે છે કે યુવતીએ માત્ર ૮ મિનિટના ગાળામાં પોલીસકર્મીને ૧૬ વાર બીભત્સ ગાળો આપી હતી અને ફરજ પરના અધિકારીનું અપમાન કર્યું હતું, જેના કારણે મામલો બિચક્યો હતો. આ સમગ્ર બનાવ બાદ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી સામે તો પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *