દિલ્હી, પંજાબ અને હરિયાણા હજુ પણ ધુમ્મસના સકંજામાં

જમ્મુ-કાશ્મીરમાં રવિવારે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. બીજીબાજુ દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશને રવિવારે ગાઢ ધૂમ્મસથી કોઈ છુટકારો મળ્યો નહોતો અને ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી અત્યંત ઘટી ગઈ હતી. રાજ્યમાં વિવિધ અકસ્માતોમાં કુલ નવ લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ દિલ્હીમાં ધુમ્મસના કારણે રવિવારે એરપોર્ટ ઓથોરિટીને ૧૦૫ થી વધુ ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી અને ૪૫૦ થી વધુ ફ્લાઈટના કાર્યક્રમો ખોરવાયા હતા.

Delhi's AQI at 345: Toxic Air Post-Diwali; Haryana Most Polluted | Bhaskar  English

ઉત્તર પ્રદેશમાં રવિવારે પાછોતરી હવાઓના કારણે ભયાનક ઠંડી પડી હતી. શીતલહેર અને ગાઢ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. આગરા, અલિગઢ, બારાબંકીમાં વિઝિબિલિટી શૂન્ય રહી હતી. રવિવારે સુલતાનપુર ૪.૭ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

દિલ્હી, પંજાબ, હરિયાણાને ધૂમ્મસથી છૂટકારો નહીં, ઉ.પ્રદેશમાં નવનાં મોત |  Delhi Punjab Haryana not free from smog nine deaths in Uttar Pradesh -  Gujarat Samachar

આ સિવાય શીત લહેર અને ગાઢ ધુમ્મસના કારણે સર્જાયેલા અકસ્માતોમાં કાનપુરમાં ચાર, બરેલીમાં બે, બાંદામાં બે અને વારાણસીમાં એકનાં મોત નીપજ્યાં હતા.

Delhi gas chamber: Thick smog diverts flights, air quality drops to 'very  poor' - Delhi News | India Today

હવામાન વિભાગે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઉત્તર-પૂર્વના પર્વતીય વિસ્તારોમાં સોમવાર સુધી હિમપ્રપાત સાથે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદને આગાહી કરી છે. ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે જમ્મુને કાશ્મીર સાથે જોડવાની વૈકલ્પિક સુવિધા પૂરી પાડતા મુઘલ અને સિનથાન ટોપ માર્ગો પર ટ્રાફિક સસ્પેન્ડ કરી દેવાયો હતો. 

જોકે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરસાદ છતાં ટ્રાફિક વ્યવહાર ચાલુ રહ્યો હતો. જોકે, પીર કી ગલી વિસ્તારમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડીનો ૪૦ દિવસનો ચિલ્લાઈ કલાન શરૂ થયો છે ત્યારે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન ૪ ડિગ્રી સે. નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં તાપમાન માઈનસ ૧.૫ ડિગ્રી સે. નોંધાયું હતું.

4 National Highways closed due to snowfall in Himachal | હિમાચલમાં  બરફવર્ષાને કારણે 4 નેશનલ હાઈવે બંધ: જમ્મુ-શ્રીનગર હાઇવે નાના વાહનો માટે  ખુલ્લો મૂકાયો; ૩ માર્ચથી ...

દિલ્હીમાં આ સિઝનમાં ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ રહ્યા પછી લઘુત્તમ તાપમાન ૯.૪ ડિગ્રી સે. પર સ્થિર થયું હતું. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે કુલ ૧૦૫ ફ્લાઈટ રદ કરાઈ હતી જ્યારે ૪૫૦થી વધુ ફ્લાઈટનો કાર્યક્રમ ખોરવાઈ ગયો હતો.

Commission for Air Quality Management tightens GRAP in Delhi-NCR | Bhaskar  English

પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. પંજાબનું ગુરદાસપુર ૬.૮ ડિગ્રી સે. સાથે સૌથી ઠંડુ શહેર હતું. હરિયાણાના ભિવાનીમાં સૌથી ઓછું ૬.૫ ડિગ્રી સે. તાપમા નોંધાયું હતું. 

Sikar in Rajasthan is colder than Srinagar, temperature is 1° | શ્રીનગર  કરતાં રાજસ્થાનનું સીકર ઠંડું, તાપમાન 1°: MPના 9 શહેરોમાં પારો 10° થી નીચે;  હિમાચલમાં વરસાદ ...

રાજસ્થાનમાં પારો આંશિક ઉપર ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાં રાત્રે તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે રહ્યું હતું. ઝારખંડમાં પણ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *