ભારત વિ શ્રીલંકા: ભારતે શ્રીલંકાને ૧૫ રનથી હરાવ્યું

Harmanpreet Leads India's 15-run Win Over SL in 5th T20I, 5-0 Series Triumph

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મંગળવારે(૩૦ ડિસેમ્બર) તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકાને અંતિમ ટી-૨૦ મેચમાં ૧૫ રનોથી હરાવ્યું. આ જીત સાથે જ ભારતીય ટીમે સીરિઝ ૫-૦ થી પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે શ્રીલંકાને ૧૭૬ રનોનો ટાર્ગેટ આપ્યો હતો. હરમનપ્રીત કૌરે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ ૧૬૦ રન જ બનાવી શકી. ભારતીય ટીમની આ જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારતને આગામી વર્ષ એટલે કે ૨૦૨૬ માં ટી-૨૦ વર્લ્ડકપ રમાવાનો છે. તેની તૈયારી માટે આ સીરિઝ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી.

Shafali Verma's 79* guides India to 3-0 T20 series victory: Defeated Sri  Lanka by 8 wickets in 13.2 overs; Deepti bags 150th T20 wicket | Bhaskar  English

૧૭૬ રનના જવાબમાં શ્રીલંકાની શરૂઆત નબળી રહી, બીજી ઓવરમાં કેપ્ટન ચમારી અટાપટ્ટુ આઉટ થઈ ગઈ. તેના ફક્ત ૨ રન બનાવ્યા. જોકે, ત્યારબાદ હસીની પરેરા અને દુલ્હાની વચ્ચે એક નોંધપાત્ર ભાગીદારી બની. આ જોડીએ સ્કોર ૮૬ સુધી પહોંચાડ્યો અને ભારતને ૧૨ મી ઓવરમાં બીજી સફળતા મળી. જ્યારે દુલ્હાનીની વિકેટ પડી. પરંતુ પરેરા એક છેડે ટકી રહી. તેણે ૧૭ મી ઓવરમાં ૬૫ રન બનાવ્યા અને પછી આઉટ થઈ. શ્રીલંકાને જીતવા માટે ૨૦ બોલમાં ૪૪ રનની જરૂર હતી. શ્રીલંકાને છેલ્લી બે ઓવરમાં ૩૪ રનની જરૂર હતી. જોકે, શ્રીલંકા ફક્ત ૧૬૦ રન જ બનાવી શક્યું, અને ભારતે ૧૫ રનથી મેચ જીતીને સીરિઝ ૫-૦ થી પોતાના નામે કરી.

Image

સ્મૃતિ મંધાના આ મેચમાં રમી ન હતી. જી. કમલિનીને તેના સ્થાને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી. જોકે, ભારતની શરૂઆત સારી નહોતી. શેફાલી વર્મા બીજી ઓવરમાં માત્ર ૫ રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ ડેબ્યૂ કરનાર કમલિનીએ ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાંચમી ઓવરમાં ૧૨ રન બનાવીને તેની વિકેટ ગુમાવી દીધી. આ પછી ભારતની વિકેટો પડતી રહી. જોકે, હરમનપ્રીતે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે મુશ્કેલ સમયમાં ધીરજ બતાવી અને બાદમાં વિસ્ફોટક બેટિંગ રમી. હરમનપ્રીતે ૪૩ બોલમાં ૬૮ રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ અરુંધતિ રેડ્ડીએ ૧૧ બોલમાં ૨૭ રન બનાવ્યા હતા. તેમની ઇનિંગની મદદથી ભારતે શ્રીલંકાને ૧૭૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

2026 Happy New Year Sticker - 2026 Happy new year 2026 happy new year -  Discover & Share GIFs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *