નવા વર્ષની શરૂઆત ટાણે જ લોકો પર વધુ એક વાર મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગુજરાત એસટી ભાડામાં ૩ % નો વધારો કરવામાં આવ્યો છે. આજ મધ્યરાત્રિથી જ આ ભાવ વધારો અમલમાં આવશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી) ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ની મધ્યરાત્રી એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૩ % ભાડા વધારાનો અમલ થઈ જશે જેથી ૨૭ લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધશે. મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ભાડામાં વધારો કરવામાં આવ્યો હોય તેવું જણાવવામાં આવ્યું છે.

લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી ૮૫ % મુસાફરો (દરરોજ અંદાજીત ૧૦ લાખ જેટલા) ૪૮ કી.મી. સુધીની મુસાફરી કરે છે. જેમાં ૯ કી.મી.સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારો થશે નહીં, જયારે ૧૦ કી.મી. થી ૫૦ કી.મી. ના મુસાફરોને રૂ. ૧/- નો રૂપિયાનો ભાડા વધારો આપવો પડશે.

૯ મહિનામાં બીજી વખત ગુજરાત એસટી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, આ પહેલા ૨૮ માર્ચના રોજ ૧૦ % નો ભાવ વધારો કરવામાં હતો.


